AMTS ટર્મિનસને પ.૭૩ કરોડના ખર્ચે નવા જ રૂપ-રંગ અપાશે

અમદાવાદ, તા.૨૨
અમદાવાદ શહેરની મધ્યમા આવેલા મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના લાલ દરવાજા ટર્મિનસને રૂપિયા ૫.૭૩ કરોડના ખર્ચે નવા રૂપ રંગ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર, ભદ્ર પ્લાઝાનુ ડેવલપમેન્ટ કરવામા આવ્યા બાદ શહેરના એએમટીએસના મુખ્ય મથક એવા લાલદરવાજાને પણ નવો ઓપ આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.દરમિયાન વર્ષ-૨૦૧૪મા એનડીએના નેતૃત્વમા નવી સરકારની રચના થતા અગાઉની યુપીએ સરકાર દ્વારા કાર્યરત કરવામા આવેલા જેએનએનયુઆરએમ વિભાગને બંધ કરવાનો નિર્ણય કરવામા આવતા બીજા તબકકાના ડેવલપપમેન્ટમા મુકવામા આવેલા લાલ દરવાજા ટર્મિનસના પ્રોજેકટને પડતો મુકવાની તંત્રને ફરજ પડી હતી.ત્રણ વર્ષ બાદ ફરી આ પ્રોજેકટને કાર્યરત કરવા અંગે સત્તાવાળા દ્વારા તૈયારી શરૂ કરવામા આવી છે જેમા ઝીરો નંબરના પ્લેટફોર્મ ખાતે બે માળનુ બિલ્ડીંગ બનાવીને પ્લેટફોર્મ નંબર એકથી સાતને નવા રસ્તા સાથે આકર્ષક રૂપરંગ આપવા,ટર્મિનસમા આરસીસી રોડ બનાવવા,એલઈડી સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા સહિતની સુવિધા ઉભી કરવા પાછળ અંદાજે રૂપિયા ૫.૭૩ કરોડની રકમ ખર્ચ કરવા તંત્ર તરફથી નિર્ણય કરવામા આવ્યો છે.
આ માટે આગામી દિવસોમા અંદાજ આધારીત ઈ-ટેન્ડર પણ બહાર પાડવામા આવશે.આ સાથે જ રિટઝ હોટલના કમ્પાઉન્ડમાં નવી કન્શેશન ઓફિસ તૈયાર કરવા માટે રૂપિયા ૧.૫૨ કરોડ અને સાબરમતી અચેર ડેપોના નવીનીકરણ માટે રૂપિયા ૨.૯૧ કરોડનો અંદાજ મુકવામા આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks