(એજન્સી) નવી દિલ્હી,તા. ર
મેડિકલ કોલેજ કેમ્પસના નાળામાં સુપરબગની શોધનો દાવો કરી ચર્ચામાં આવનારા એએમયુના ઇન્ટરડિસીપ્લિનરી બાયોટેકનોલોજી યુનિટના પ્રો. અસદ યૂ. ખાન ફરી એકવાર નવી શોધની જાહેર કરી ચર્ચામાં આવ્યાં છે. તેમણે જુદી જુદી ઔષધીઓના પ્રતિભાવવાળા નવા અણુઓની શોધ કરવાનો દાવો કર્યો છે જેનો પ્રયોગ એન્ટીબાયોટિક જીવાણુઓવાળી ઔષધીઓમાં કરી શકાય છે. પ્રો. અસદ યુ ખાને જણાવ્યું કે તેમના દ્વારા શોધવામાં આવેલ સુપરબગના સમાચારે વિજ્ઞાનીઓ તથા શોધકર્તાઓ સમક્ષ જીવાણુઓ પર કાબૂ મેળવવાનો પડકાર ઊભો કર્યો હતો. પરંતુ તેમની આ આધુનિક શો મુજબ દરેક વિજ્ઞાનીઓ હવે શાંતિ અનુભવશે. તેમણે કહ્યું કે નવા અણુઓની શોધથી જુદા જુદા પ્રકારના જૈવિક સંક્રમણોની પ્રતિરોધી ઔષધીઓના નિર્માણમાં સરળતા રહેશે તથા એવા રોગોનું નિવારણ કરી શકાશે જેના પર વર્તમાનમાં ઉપલબ્ધ એન્ટીબાયોટિક ઔષધીઓ કોઇ અસર કરતી નથી.
તેમણે કહ્યું કે આ નવી શોધ પર આધારિત તેમનું શોધપત્ર આંતરરાષ્ટ્રીય જનરલ સાયન્ટિફિક રિપોર્ટ ઓફ નેચરમાં પ્રકાશિત થઇ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ર૦૧૪માં પ્રો. અસદ યુ ખાને મેડિકલ કોલેજ કેમ્પસના સીવરેજમાં નવી દિલ્હી મેટાલો બીટા લેક્ટામાસ-૪(એનડીએમ-૪) નામના સુપરબગ બેક્ટેરિયા શોધનો દાવો કરી હોબાળો મચાવી દીધો હતો. જોકે પ્રદેશ સરકારના અધિકારીઓએ તેમની શોધ સામે સવાલો ઊભા કરી દીધા હતા. સપ્ટેમ્બર ર૦૧૪માં એએમયુના પ્રો. અસદ ઉલ્લાહ ખાને જેએન મેડિકલ કોલેજ કેમ્પસના સીવેજમાં સુપરબગ બેક્ટેરિયા શોધવાનો દાવો કર્યો હતો. તે સમયે પણ કહ્યું હતું કે ભારતમાં સુપરબગ એનડીએમ ૪ની હાજરી પ્રથમ વખત જોવા મળી છે જે મેડિકલ દુનિયા માટે ગંભીર પડકાર છે. તે સમયે પણ કહ્યું હતું કે તેના પહેલા કેમરુન, ડેનમાર્ક, ફ્રાન્સ તથા ચેક ગણરાજ્યમાં એનડીએમ ૪ મળી આવ્યું હતું. આ એનડીએમ ૧થી વધુ ખતરનાક છે. ડો. અસદ કહે છે કે સુપરબગ એન્ટીબાયોટિકના વધારે ઉપયોગનું પરિણામ છે. તેના નિયંત્રણ અંગે કોઇ સ્પષ્ટ નીતિ નથી.