અનામત, રોજગારી અને ખેડૂતના મુદ્દે હાર્દિકના રોડ-શોમાં જનમેદની ઉમટી

અમદાવાદ,તા.ર૪
ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજ્યની ભાજપ સરકારને બુલેટનો જવાબ બેલેટથી આપવા માટે પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓ મેદાને આવ્યા છે. જેના ભાગરૂપે આંદોલનને વેગવંતુ બનાવવા હાર્દિક પટેલે જામજોધપુરમાં રોડ-શો યોજયો હતો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભાજપ સરકારના પેટમાં તેલ રેડ રેડાયું હોવાની ચર્ચા વેગવંતી બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે પાટીદારોએ પણ અનામતની માગણી સાથે શરૂ કરેલા પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બતાવી પાટીદારો પર દમન ગુજારનારી ભાજપ સરકારને ચૂંટણીમાં જવાબ આપવા માટે કમરકસી લીધી છે. જેથી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી રાજયમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને સભા અને રોડ-શો કરી આંદોલનને વધુ મજબૂત બનાવવા મહેનત કરે છે. ત્યારે રવિવારે હાર્દિક પટેલે જામજોધપુરના સિદસરથી રોડ-શો શરૂ કર્યો હતો. અનામત, રોજગારી અને ખેડૂતના મુદ્દાને લઈને મોટી સંખ્યામાં લોકો આ રોડ-શોમાં જોડાયા હતા. ગીંગણ ગામ ખાતે લોકોએ રોડ-શોનું અભૂતપૂર્વ અનામત કર્યું હતું. જામજોધપુર શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં જોડાયા હતા. ત્યાર બાદ મોડી સાંજે ૩ ગામોમાં હાર્દિકની ‘અપનો સે ચર્ચા’ કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks