અનામત મુદ્દે કેન્દ્ર સરકાર આયોગની રચના કરે

અમદાવાદ, તા.૧
ગુજરાતમાં પાટીદારોના અનામત મુદ્દે શાસક પક્ષ ભાજપે બરોબર ડીલ કર્યું નથી. આંદોલનમાંથી જન્મેલી પાર્ટી ભાજપે આંદોલનકારી પાટીદારોના મામલાને ગંભીરતાથી અને સારી રીતે ડીલ કરવા જેવું હતું. પાટીદાર મરાઠા, તેલંગાણઆ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિતના જાટ સહિતના લોકો માટે કેન્દ્ર સરકાર અનામત મુદ્દે એક આયોગની રચના કરવી જોઇએ અને આ જ્ઞાતિઓને ૪૯.૫૦ ટકાથી વધુ અનામત કેવી રીતે આપી શકાય તે દિશામાં વિચારવિમર્શ અથવા તો સંશોધન કરવું જોઇએ એમ અત્રે જનતાદળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય પ્રવકતા કે.સી.ત્યાગીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત મુલાકાતે આવેલા જનતાદળ(યુ)ના વરિષ્ઠ નેતા અને પ્રધાન મહાસચિવ ત્યાગીએ ખાનગી ક્ષેત્રમાં પણ અનામતની હિમાયત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જનતાદળ(યુ)ના ૩૮થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાની અને તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરશે તેવી આશા વ્યકત કરતાં જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય નેતા કે.સી.ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રમાં અનામતનો મુદ્દો અને આયોગની રચનાનો મામલો જનતાદળ(યુ) સંસદમાં પણ ઉઠાવશે. તેમણે પાટીદારો પર અત્યાચાર, દલિતો પર અત્યાચાર, ગૌરક્ષકો દ્વારા ગૌરક્ષાના નામે થતી હિંસાના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આવી ઘટનાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની છબી ખરડાઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks