(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૭
રાજયમા ૪૦ લાખ કરતા વધુ બે રોજગાર યુવાનો રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આણંદ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાવજસીંહ ગોહીલના નેતૃત્વમા આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતીલાલ સોઢા સહીત મોટી સંખ્યામા યુથ કોંગ્રેસના કાર્યકરોએ આણંદ શહેરમા અમુલ ડેરી પાસે ઉપર સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલી આપ્યા બાદ રેલીનો પ્રારંભ કર્યો હતો આ રેલીમા જોડાયેલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ યુવાનોને રોજગારી આપો નહી તો સીહાસન ખાલી કરો ના સુત્રોચ્ચાર સાથે વીરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આ રેલી ગણેશ ચોકડી પાસે પહોચતા પોલીસે રેલીને અટકાવી હતી ત્યારબાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતીભાઈ ચાવડા, જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાવજસીંહ ગોહીલ, આણંદ નગરપાલીકા વીરોધપક્ષના ઉપનેતા અલ્પેશભાઈ પઢીયાર સહીત યુથ કોંગ્રેસના કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે પહોચી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. રાજયની ભાજપ સરકાર સહાયક પ્રથાના નામે ફીકસ પગારથી ૧૦ લાખ યુવાનોનુ આર્થીક શોષણ કરી રહી છે કોન્ટ્રાકટ પ્રથા આઉટ સોર્સીંગથી માનવબળ લાવી ગુજરાતના યુવાનોને તેમના હકનુ પુરતુ વેતન અપાતુ નથી જેથી રાજયના યુવાનોને રોજગારી આપવામા નહી આવે તો આગામી દીવસોમા યુથ કોંગ્રેસ આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ પ્રસંગે આણંદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયપાલસીંહ સોલંકી, લાંભવેલના સરપંચ મહેશભાઈ રાઠોડ, આણંદ વીધાનસભા મતવીસ્તારના પ્રમુખ ઉમેશભાઈ પટેલ, આણંદ જીલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. ઈરફાન રાઠોડ, જીલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી અપ્પુભાઈ પટેલ, લાલુભાઈ રાવ, શ્યામલભાઈ દવે, ઉપપ્રમુખ રીપલ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, ભાવીન પટેલ, કાઉનસીલર સલીમશા દીવાન, પંકજ પટેલ, સેવાદળના ઉપપ્રમુખ જતીન દવે, યુવા કાર્યકર જીગર વાઘેલા, વલ્લભવીદ્યાનગર કોંગ્રેસના મહામંત્રી કરણ પટેલ, આંકલાવ વીધાનસભા મત વીસ્તારના પ્રમુખ સંજય રાજ, સંગઠન મંત્રી જીજ્ઞેશકુમાર પઢીયાર, કરમસદ શહેરયુથ કોંગ્રેસ પ્રમુખ કૃણાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.