આણંદ : કાર પર તોતિંગ વૃક્ષ પડતાં એકનું મોત,ત્રણને ગંભીર ઈજા

આણંદ,તા.૨૧
વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે. આવા જ એક બનાવમાં વૃક્ષ પડવાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
બોરસદના રાસ રોડ પર કાર પર એક તોતિંગ વૃક્ષ પડ્યું હતું. આ ઘટનામાં કારમાં રહેલા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોની હાલત પણ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.વૃક્ષ એટલું તોતિંગ હતું કે કાર પર પડ્યા બાદ કારની અંદરથી મૃતક તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે કારનું ઉપરનું પતરું તોડવું પડ્યું હતું. વૃક્ષ પડવાને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાત્રે બનેલા આ બનાવ બાદ અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
નોંધનીય છે કે સોમવારે આણંદ જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો હતો. જેમાં તારાપુરમાં બે ઇંચ જેટલો વરસાદ તો પેટલાદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts