આણંદથી વલ્લભ વિદ્યાનગર સુધીની હેલ્થ હાર્ટ વોકથોન યોજાઈ

(સંવાદદાતા દ્વારા)                                                                  આણંદ,તા.૮

આણંદ જિલ્લાનાં કરમસદની ભાનુભાઈ એન્ડ મધુબેન પટેલ કાર્ડીયાક સેન્ટરનાં સ્થાપના દિન નિમિત્તે  હેલ્થી હાર્ટનાં સંદેશ સાથે  આજે વલ્લભવિદ્યાનગરથી આણંદ શહેરમાં ટાઉનહોલ સુધી ધી હેલ્થી હાર્ટ વોકથોન યોજાઈ હતી.જેમાં તબીબો તેમજ ઉદ્યોગપતીઓ પણ જોડાયા હતા,અને સ્વાસ્થય માટે નિયમિત ચાલવાનો સંદેશ આપ્યો હતો.વલ્લભવિદ્યાનગરમાં નલીની આર્ટસ કોેલેજ પાસે પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી સ્વ.એચ એમ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધાંજલી આપ્યા બાદ ચારૂતર આરોગ્ય મંડળનાં ચેરપર્સન અમૃતાબેન પટેલ,એલીકોનનાં ચેરમેન પ્રયાસવીન પટેલ,ચારૂતર આરોગ્ય મંડળનાં મંત્રી જાગૃતભાઈ પટેલ,પોલીસ અધિક્ષક સૌરભસિંધ,ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં મેનેજીંગ ડીરેકટર આર એસ સોઢીએ ઝંડી બતાવી વોકથોનને પ્રસ્થાન કરાવ્યું હતું,આ વોકથોન નલીની આર્ટસ કોલેજ પાસેથી પ્રસ્થાન કરી ભાઈકાકા સ્ટેચ્યું,આણંદ વલ્લભવિદ્યાનગર રોડ થઈને આણંદ ટાઉનહોલ ખાતે પહોંચી હતી,જયાં વોકથોનનું સમાપન થયું હતું.આ પ્રસંગે ચારૂતર આરોગ્ય મંડળનાં ચેરપર્સન અમૃતાબેન પટેલએ કહ્યું હતું કે આજે લોકો પાસે સમય નથી અને તેનાં કારણે સ્વાસ્થયની દરકાર રાખતા નથી,ચાલતા નથી સામાન્ય કસરતો માટે સમય કાઢતા નથી,જેનાં કારણે વિવિધ રોગો થાય છે,અને હૃદય નબળું પડે છે.અને ત્યાર પછી જીમમાં જઈ કસરતો કરે છે,પરંતુ જો નિયમિત રીતે પોતાનાં માટે થોડો સમય કાઢી ચાલવામાં આવે તો સ્વાસ્થય મજબુત થાય છે,અને બિમારીઓ આવતી નથી,જેથી તંદુરસ્ત હૃદય માટે લોકોને ચાલવાનો સંદેશ આપવા માટે આજે આ વોકથોન યોજાઈ હતી.આ પ્રસંગે ચારૂતર આરોગ્ય મંડળનાં મંત્રી જાગૃત પટેલએ જણાવ્યું હતું કે આજે યોજાયેલી વોકથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તે આનંદની વાત છે,અને તેઓએ લોકોને નિયમિત ચાલવા માટે અનુરોધ કર્યો હતો.આ હેલ્થી હાર્ટ વોકથોનમાં અમૃતાબેન પટેલ,આર.એસ સોઢી.સૌરભસિંધ,જાગૃત પટેલ સહીત અગ્રણીઓ અને ઉદ્યોગપતીઓએ પણ જોડાઈને વલ્લભવિદ્યાનગરથી આણંદ સુધીની પદયાત્રા કરી હતી.જેમાં મોટી સંખ્યામાં તબીબો,શિક્ષણવીદો અને સામાજીક અગ્રણીઓે પણ જોડાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts