આણંદમાં ડૉક્ટરની કથિત બેદરકારીથી કોન્સ્ટેબલના મોતથી પંથકમાં અરેરાટી

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૩
આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલી એન્ટરપ્રાઈઝ સોસાયટીમાં રહેતા અને રેલવે પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવાનનું ડૉકટરની કથિત બેદરકારીથી મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં રહેતા તન્વીર અહેમદ જહીરૂદ્દીન સોદાગર (ઉ.વ.૩પ) અમદાવાદ મણિનગર ખાતે આરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ગત તા.૧૧-૯-ર૦૧૭ના રોજ તેઓને તાવ આવતો હોઈ તેઓ સવારે ૧૧ વાગ્યે બાજુમાં આવેલી શ્રેયસ સોસાયટીમાં ઈગ્નાસભાઈ વાણિયાના દવાખાનામાં સારવાર માટે પોતાના મિત્ર સાથે ગયા હતા જયાં ડો.ઈગ્નાસ વાણિયાએ તન્વીર અહેમદના થાપાના ભાગે બે ઈન્જેકશન મૂકી તેઓને બોટલ ચઢાવી સારવાર શરૂ કરી હતી. ડૉકટરના ઈન્જેકશન મૂકયા બાદ તન્વીર અહેમદના થાપા પર સોજો આવી ગયો હતો અને કાળુ ચકામુું પડી ગયું હતું. જેથી તેઓને ગઈકાલે સાંજે ૪ વાગ્યે આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જયાં તેઓની તબિયત વધુ લથડતાં તેઓને ઝાયડસ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા હતા જયાં તેઓની તબિયત ગંભીર જણાંતા તેઓને નગરપાલિકાની એમ્બ્યુલન્સ વાનમાં અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તેઓનું રસ્તામાં જ મોત નિપજયું હતું રાત્રે ૯ઃ૪પ કલાકે હોસ્પિટલ ખાતે પહોંચતા હોસ્પિટલના તબીબે તેઓને તપાસીને મૃત્યુ પામ્યા હોવાનુુું જાહેર કર્યુ હતું જેથી તન્વીર અહેમદના સગાસબંધીઓ આ બાબતે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પોલીસ ચોકી પર પ્રાથમિક પોલીસ કાર્યવાહીની નોંધ કરાવી મૃતદેહને આણંદના સરકારી દવાખાનામા લાવવામાં આવ્યો હતો. જે બનાવ અંગે મૃતક તન્વીર અહેમદના મામા મુખત્યારખાન સરીફખાન પઠાણએ આણંદ ટાઉન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી અને પીએસઆઈ જે.એન.ગઢવી તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા હતા અને પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જયાં બપોરે મૃતદેહનું પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને સુપ્રત કરવામા આવ્યો હતો. આણંદના ડૉ.ઈગ્નાસ વાણિયાની કથિત બેદરકારી તન્વીર અહેમદનું મોત નીપજયું હોવાનો આરોપ તેઓના પરિવારજનો લગાવી રહ્યા છે. જો કે પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
આરપીએફમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો તન્વીર અહેમદ પોતાના પરિવારજનો મુખ્ય આધાર સ્થંભ હતો અને ડોકટરની કથિત બેદરકારીથી તેનું મોત નીપજતા તન્વીર અહેમદના બે માસુમ બાળકો જે એક છ વર્ષનો અને બીજો ૮ વર્ષનો છે આ બંને બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks