આણંદમાં ઈદ અને ગણેશ વિસર્જન પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક

(સંવાદદાતા દ્વારા) આણંદ તા.૩૦
આણંદ શહેરમાં આગામી શનિવારે બકરીઈદ પર્વ યોજાનાર છે અને ત્યારબાદ તા. ૫ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યાત્રા યોજાનારી હોય આજે સાંજે નગરપાલિકાના સભાગૃહમાં પોલીસ અધિક્ષક સૌરભસિંઘના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓએ ઈદ અને ગણેશ વિસર્જન પર્વ શાંતિપૂર્ણ રીતે સૌહાર્દના વાતાવરણમાં યોજાય તે માટે બંને કોમના અગ્રણીઓએ અપીલ કરી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજાએ જણાવ્યંુ હતું કે ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયેલા ગણેશ યુવક મંડળો પોતાના નંબર મુજબ શોભાયાત્રામાં જોડાય અને શોભાયાત્રામાં ખોટો સમય વેડફાય નહી અને યાત્રા ઝડપથી આગળ વધે તે માટે ગણેશ યુવક મંડળોને અપીલ કરી હતી. તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે જણાવ્યું હતું કે, નશો કરી શોભાયાત્રામાં જોડાનાર તત્વો સામે પોલીસ સખ્ત હાથે કાર્યવાહી કરશે. આ પ્રસંગે નાયબ કલેકટર એન. કે. મુછારે જણાવ્યું હતું કે તહેવારો શાંતિપુર્ણ વાતાવરણમાં ઉજવાય અને કોમી એખલાસ જળવાઈ રહે તે રીતે આનંદ ઉલ્લાસથી પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મીતાબેન પટેલ, ઉપપ્રમુખ કાંતિભાઈ ચાવડા, પુર્વ પ્રમુખ વિજયભાઈ માસ્તર, પુર્વ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ કાઉન્સીલર જીજ્ઞેશભાઈ પટેલ, મધુબેન ગોહેલ, છાયાબેન ઝાલા તેમજ મામલતદાર કચેરીના કો. ઓર્ડીનેટર કશ્યપ શાહ, અગ્રણીઓ સુમનભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, નગરપાલિકા દિવાબત્તી કમિટીના ચેરમેન અનવરભાઈ ચ્હાવાળા, જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ સિકંદરભાઈ માસ્તર, નિવૃત ડીવાયએસપી એમ. યુ. મીરઝા, નિવૃત વર્ગ-૧ અધિકારી મુસ્તુફામિયાં ઠાકોર, સરવર ગ્રુપના પ્રમુખ યાવરહુસેન ઠાકોર, મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ ભા, મોમીનખાન પઠાણ, સુપરમાર્કેટ વેપારી એસોસિયેશનના પ્રમુખ ઈન્તુભાઈ દિવાન ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેની ખાતરી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks