National

આંધ્રપ્રદેશ : સંબંધો તોડી નાખવા બદલ ત્રણ શખ્સોએ છોકરીની શારીરિક છેડછાડ કરી ફિલ્મ ઊતારી

(એજન્સી) આંધ્રપ્રદેશ, તા.ર૬
એક છોકરીની પજવણી કરી તેના પર બળાત્કાર કરી તેનો વીડિયો બનાવી વાયરલ કરનાર ત્રણ શખ્સોની પ્રકાશમ જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. ત્રણ મિત્રોએ છોકરી પર બળાત્કાર અને પજવણી કરતો વીડિયો બનાવી વાયરલ કરવાનો આરોપ છે. પોલીસના કહેવા મુજબ સાંઈ નામના ત્રણમાંથી એક શખ્સ સાથે છોકરીને સંબંધ હતા પરંતુ છોકરીએ તે સંબંધો તોડી નાખ્યા હતા. તેથી નારાજ સાંઈએ તેને પાઠ ભણાવવા યોજના બનાવી હતી. ત્રણ મિત્રો સાથે સાંઈએ છોકરીને મંદિરે આવવા કહ્યું તે મુજબ છોકરી તૈયાર થઈ પરંતુ મંદિરે લઈ જવાના બદલે તેને વેરાનસ્થળે લઈ ગયા હતા. બીજી એક છોકરી પણ સાથે હતી. તેણીએ આરોપીઓને પજવણી કરતાં રોકવા પ્રયાસ કર્યો છતાં તે નિષ્ફળ ગઈ. પીડિતા વીડિયોમાં દયા અને મદદની ભીખ માંગતી રડતી હતી. જેથી આ વીડિયોના આધારે કનીગીરી પોલીસે કેસ દાખલ કર્યો હતો. આરોપીઓની ઓળખ બાદ છોકરીનો સંપર્ક કરી ફરિયાદ માટે પોલીસે જણાવ્યું હતું. પરિવારે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. મુખ્ય આરોપી સાંઈ બીએસસી એગ્રિકલ્ચર બીજો આરોપી કાર્તિક બી.ટેક. ભણતો હતો. ત્રીજો આરોપી પવન પોલીસ પુત્ર હતો. નિર્ભયા એક્ટ હેઠળ તમામ ત્રણ આરોપીઓ સામે કેસ દાખલ કરાયો હતો. પ્રકાશમ પોલીસે વાલીઓ-શિક્ષકોને તેમના વિદ્યાર્થીઓની ચહલપહલ પર નજર રાખવા સૂચના આપી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.