આંદોલન ચલાવનારા પ્રવીણ રામ ટુંક સમયમાં રાજકીય સ્ટેન્ડ જાહેર કરશે

અમદાવાદ, તા.૨૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તેમજ પાટીદાર નેતા અને દલિત નેતા પણ સરકાર વિરોધી સૂર પુરાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તમામ સમાજના કર્મચારીઓ, બેરોજગાર યુવાનો અને ખેડૂતો માટે લડત ચલાવી પરિણામ અપાવનારા પ્રવીણ રામ દ્વારા ટુંક સમયમાં રાજકીય સ્ટેન્ડ જાહેર કરવાનું નિવેદન આપવામાં આવ્યું છે. પ્રવીણ રામે કહ્યું છે કે, જે પક્ષ અમારી માગણીઓ મુદ્દે સહમત હશે એ પક્ષને સમર્થન આપવા માટે વિચારી ટુંક સમયમાં જ અમારૂ રાજકીય સ્ટેન્ડ જાહેર કરીશું. પ્રવીણ રામનો ટુંકમાં પરિચય આપવામાં આવે તો તેની લડતના કારણે ૧.૧૮ લાખ જેટલા ફિક્સ પગારના પરિવારોને ફાયદો થયો છે તેમજ તેમણે ૪૦૦૦ બેરોજગાર ફાર્માસિસ્ટોને રોજગારી અપાવી છે અને ગુજરાતના લાખો કોન્ટ્રક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, બેરોજગાર યુવાનો માટે પણ પ્રવીણ રામે લડત ચલાવી, તેમજ ઈકોઝોન અને લોન માફ જેવા પ્રશ્નોને લઈને ખેડૂતો માટે પણ આંદોલન ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks