આમોદથી ભરૂચના ભંગાર રોડના પ્રશ્ને રસ્તા રોકો આંદોલનની ચીમકી

(સંવાદદાતા દ્વારા) આમોદ, તા.૧૯
આમોદ શહેર તથા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદના પાણીએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે. ત્યારે આમોદથી ભરૂચ જતો માર્ગ ધારદાર વરસાદના કારણે ખખડધજ બની જતા લોકોમાં તંત્ર વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
આમોદથી ભરૂચ જતા માર્ગ પર મસમોટા ખાડાઓએ માજા મૂકતા વાહનચાલકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અહીં રસ્તા પર પડેલા ખાડાઓનું સમારકામ હાથ ન ધરાતા અવારનવાર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાવા પામે છે તો કેટલાક વાહનચાલકોને વાહનમાં મસમોટા ખાડાઓના સામ્રાજ્યના પગલે લોક પ્રત્યે સતત ઉદાસીન રહેતું તંત્ર પણ જાણે મસ્ત મજાની નીંદર માણતું હોય તેમ પ્રતિત થાય છે. અહીં આવતા અધિકારીઓને આવડા મસમોટા ખાડા દેખાતા નથી એવી લોકચર્ચા પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે જો ટૂંક સમયમાં રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts