ધંધુકાના ખાટકીવાડ વિસ્તાર વિકાસથી વંચિત : આંદોલનની ચીમકી

ધંધુકા, તા.૩૦
ધંધુકા વિસ્તારમાં આવેલ ખાટકીવાડ વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત રહ્યો છે. ખાટકીવાડ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો નિકાલ થતો નથી. ખાટકીવાડ વિસ્તારમાં આજદિન સુધી ગટર કે રોડનું કામ થયેલ નથી તથા બાજુમાં આવેલ કબ્રસ્તાનમાં જવા માટે નાળું પણ વર્ષોથી તૂટી ગયેલ છે તે નાળું પણ બનાવવામાં આવતું નથી. આ તમામ વિકાસના કાર્યો ઝડપથી હાથ ધરવા કોર્પોરેટર સૈયદ મહિયુદ્દીન બાપુએ લેખિતમાં રજૂઆત કરી છે. આ વિસ્તારમાં વિકાસ નક્કી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન અને દેખાવો કરવાની ચીમકી આપી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks