સાવરકુંડલા, તા. ર૧
અમરેલી જિલ્લાની ઔદ્યોગિક નગરી અને વિકાસનું હબ રાજુલા છે અહી જગ વિખ્યાત પીપાવાવ પોર્ટ તેમજ અનેક કંપની ઓ આવેલી છે અહી પોર્ટ પર થી આયાત નિકાસ ની પર્ક્રિયા ચાલુ છે અને દેશ ને રાજ્ય ને જીલ્લા ને આર્થિક ફાયદો મળી રહ્યો છે ત્યારે અહી આ વિકસિત તાલુકા ના ગામડા ઓ ની સ્થિતિ સાવ જુદી છે અહી પીપાવાવ પોર્ટ જેના નામ થી છે તે પીપાવાવ ગામ ના આંગણવાડી ના બાળકો બિલ્ડીંગ ન હોવાના કારણે સરપંચ ના ઘરે પાયા નું જ્ઞાન મેળવી રહ્યા છે કારણ આંગણવાડી માંથી જ બાળકો ને પાયાનું જ્ઞાન પ્રાપ્ય થાય છે ત્યારે અહી કોઈ ગામ માં આંગણવાડીનું બિલ્ડીંગ જ ન હોવાથી અહી બાળકો ભેંસો વચે સરપંચ ના ઘરે બેસી રહ્યા છે અહીના સરપંચ હંસા બેન ગુજરિયા દ્વારા પોતાના ઘરે જ વેય્ક્લ્પીક વ્યવસ્થા કરી છે પરંતુ ઘર એ ઘર હોય છે ત્યારે સરપંચ નું કાર્ય બાળકો ને સાચવાનું સરાહનીય છે પરંતુ અહી ગામડા ઓ માં દરેક ને ઘરે માલઢોર ગાય ભેંસો હોય છે ત્યારે અહી બાળકો ભેંસો પાસે બેસી પોતાનું કાર્ય કરી રહ્યા છે તે વાસ્તવિકતા છે.
ગ્રામ્યજનો સતતની ૨૦ વર્ષથી સતત રજૂઆત કરી રહ્યા છે કે અમારા ગામ માં પણ આંગણવાડી નું મકાન હોય જેમાં બાળકો બેસી શકે અભ્યાસ સમજી શકે નાસ્તો કરી શકે પરંતુ ૨૦ વર્ષથી આ સરકારના અધિકારીઓને અહી આંગણવાડી બનાવાનું ધ્યાનમાં જ નથી આવતું અહી એક તરફ પીપાવાવ પોર્ટ આયાત નિકાસ અને વિકાસથી ધમધમી રહ્યું છે ત્યારે તે પીપાવાવ ગામની હાલત જ શૂન્ય છે અને અહી નાના-નાના બાળકોને આંગણવાડીનું બિલ્ડીંગ ન હોવાથી ૨૦ વર્ષથી સરપંચના ઘરે ભેંસોની વચ્ચે બેસવું પડે છે.
અહી સરકારના તેડાગર પરિચારિકા શિક્ષક અહી ઉપલબ્ધ છે પરંતુ મુખ્ય વાત જોઈએ તો અહી આંગણવાડીનું બિલ્ડીંગ જ નથી જેથી આંગણવાડી મંજૂર થયેથી આજ દિન સુધી બાળકો સરપંચના ઘરે એક ઓરડામાં બેસે છે અહી સરપંચના ઘરે ગાયો ભેંસ છે અને તેની આસપાસમાં બાળકો અભ્યાસ અર્થ બેસે છે. ત્યારે અનેકો રજૂઆત હોવા છતાં તંત્ર દ્વારા અહી કોઈ આંગણવાડીનું બિલ્ડીંગ ઉપલબ્ધ નથી તે વાસ્તવિકતા છે જેથી સરપંચએ નવા બિલ્ડીંગ અંગે અનેકો રજૂઆત પણ કરી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી જણાવે છે કે, ટૂંક સમયમાં બિલ્ડીંગ બની જશે પરંતુ અત્યારે નરી વાસ્તવિકતા છે કે, બાળકો પાયાનું જ્ઞાન ભેંસો વચ્ચે બેસીને લઇ રહ્યા છે.