એન્જેલા મર્કેલ ચોથી વખત જર્મનીનાં ચાન્સેલર તરીકે ચૂંટાયાં

(એજન્સી) જર્મની, તા.રપ
જર્મનીમાં ચૂંટણીના એક્ઝિટ પોલ અનુસાર એન્જેલા મર્કેલ ચોથી વખત જર્મન ચાન્સેલર રૂપે ચૂંટાયા છે. ચાન્સેલર એન્જેલા મર્કેલની પાર્ટી ક્રિશ્ચયન ડેમોક્રેટિક પાર્ટી અને સહયોગી ક્રિશ્ચન સોશિયલ યુનિયને ૩પ.પ ટકા મત મેળવ્યા છે. જ્યારે એન્જેલા મર્કેલની પૂર્વ સહયોગી પાર્ટી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને ર૦ ટકા મત મળ્યા છે અને તેણે વિપક્ષી બેન્ચો પર બેસવાની ઘોષણા કરી છે. ઈસ્લામ વિરોધી પાર્ટી એએફડી ૧૩.પ ટકા મત મેળવીને ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. એએફડીએ ચૂંટણી પહેલાં જનમત સમીક્ષાઓની તુલનામાં સારું પ્રદર્શન કર્યું છે. બીજા વિશ્વ યુદ્ધ પછી પ્રથમ વખત જર્મની વિધાનસભાના નીચલા ગૃહમાં બેસશે. ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે પોતાના સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે, તેઓ વધુ સારા પરિણામની આશા રાખી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેમની સરકાર ઈસ્લામ વિરોધી રાષ્ટ્રીયવાદી પાર્ટી એએફડીના મતદાતાઓની ચિંતા અને ફરિયાદો સાંભળશે જેથી તેઓ તેમને પોતાની તરફ આકર્ષિત કરી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks