અંકલેશ્વર ઓએનજીસી ખાતે જીએસટી બાબતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અંકલેશ્વર, તા.૭
અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સૂર્યા ઓડિટોરિયમમાં જીએસટી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં ગુડ્‌સ ટેક્સ સર્વિસ ટેક્સ સંબંધિત માહિતી તજજ્ઞો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જીએસટી અંગેના મૂંઝવતા પ્રશ્નો અંગે વર્કશોપ સેમિનાર યોજીને જીએસટી અંગે નવી દિલ્હીથી તજજ્ઞો હાજર રહી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ પ્રસંગે એસેટ મેનેજર અને એક્ઝિ. ડાયરેકટર પી.કે.દિલીપે કાર્યક્રમની શરૂઆતમાં રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ઓએનજીસીના અધિકારી ટી.એન.ઘોષ તથા ઉમેશ રાઉલ, સી.સી.ના વેણુ ગોપાલ સહિતના તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks