અંકલેશ્વરના વેપારીઓએ વેપાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો

જીએસટીના વિરોધમાં આવેદનપત્ર

અંકલેશ્વર,તા.૩૦

અંકલેશ્વર વેપારી મંડળ દ્વારા  જીએસટીના વિરોધમાં દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. અંકલેશ્વરના ગોયાબજાર વેપારી મંડળ અને મુલ્લાવાડ વેપારી મંડળ દ્વારા  જીએસટીના વિરોધમાં વિશાળ સ્કૂટર રેલી કાઢવામાં આવી હતી. આ સ્કૂટર રેલી શહેરની ચૌટા બજાર, મુલ્લાવાડ બજાર થઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. પ્રાંત કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જીએસટીના વિરોધમાં હોલસેલ અને રીટેલ સેલના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાઈને જીએસટી વિરુધ્ધ વિરોધ દર્શાવ્યો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર વેપારી મંડળના પ્રમુખ ઝવેર ઘીવાલા, મનહર ગાંધી, અરૂણ ગાંધી સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts