અંકલેશ્વરના વોર્ડ-૮ના બિસમાર રસ્તા માટે ૧ર લાખની ગ્રાન્ટ ફાળવાઈ

અંકલેશ્વર,તા.ર૦
અંકલેશ્વરના વોર્ડ-૮ના બિસ્માર રસ્તા માટે રાજયસભા સાંસદ અહેમદ પટેલે જિલ્લા કલેકટરને ગ્રાન્ટ મંજૂર કરવા માટે ભલામણ કરી છે.
હાલમાં જ અંકલેશ્વરના વોર્ડ-૮ના હરિજનવાસથી ઝેનીથ સ્કૂલ થઈ આંબોલી રોડ સુધીના બિસ્માર રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી જનઆક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક નગરસેવકો સામે પણ લોકોમાં નારાજગી જોવા મળી હતી. જો કે આ રસ્તા માટે અંકલેશ્વરમાં પનોતા પુત્ર અને રાજયસભાના સાંસદ અહેમદ પટેલે ગત જૂન માસમાં જ જિલ્લા કલેકટરને પત્ર લખીને રૂા.૧ર લાખની ગ્રાન્ટ ફાળવવાની ભલામણ કરી હતી. સાંસદ અહેમદ પટેલે એક મહિના પૂર્વ જ જિલ્લા સમાહર્તાને હરિજનવાસથી આંબોલી રોડ સુધીનો માર્ગ પાકો આરસીસીનો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવા જણાવ્યું છે.
નોંધનીય છે કે ઝેનિથ હાઈસ્કૂલની બહાર જ ડ્રેનેજનું પણ કામ હાલ અધુરૂં છે અને એના કારણે નાના તાલુકાઓએ પણ પરેશાની ઉઠાવવી પડી રહી છે. છેલ્લા ૧૦ વર્ષથી આ રસ્તો બન્યો ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે ત્યારે હવે ચોમાસુ પૂર્ણ થયા બાદ આ રસ્તાની કામગીરી હાથ ધરાશે એવી આશા સ્થાનિક રહીશોમાં જાગી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks