અંકલેશ્વર, તા.ર૯
અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૮ પર ખરોડ નજીક અજણ્યા વાહન ચાલકે ૪૦ વર્ષીય યુવાનને અડફેટેમાં લેતા ગંભીર ઇજાના પગલે યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
અંકલેશ્વરથી સુરત જવાના નેશનલ હાઇવે ૪૮ના માર્ગ પર ગત રાત્રીના ૧૨ઃ૧૫ વાગ્યાના સુમારે અજાણ્યા વાહન ચાલકે ખરોડ નજીક અજાણ્યા ૪૦થી ૪૫ વર્ષીય ઈસમને અડફેટેમાં લીધો હતો. માથાના ભાગે ગંભીર ઇજાના પગલે યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ભાડી ગામના જુબેરભી સીદાત દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને મૃતક ઈસમ કોણ છે. તે માટે તેની ઓળખ છતી કરવા તેના પરિજનોએ શોધખોળ આરંભી હતી.જ્યારે અંકલેશ્વર-પાનોલી રેલ્વે લાઈન ઉપર ડાઉન ટ્રેક ઉપર બપોરના સુમારે દર્શન એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અજાણી ૫૦ વર્ષીય મહિલા આવી જતા મોત નીપજ્યું હતું. બદામી-લાલ રંગની સાડી, પીળા રંગનું બ્લાઉસ પહેરેલ અજાણી મહિલાનો મૃતદેહ પી.એમ. અર્થે ખસેડી અંકલેશ્વર રેલ્વે આઉટ પોસ્ટના હે.કો.મહેશભાઈ રણછોડભાઈએ વધુ તપાસ આરંભી હતી.