અંકલેશ્વર, તા.ર૫
મોંઘવારીના વિરોધમાં અંકલેશ્વર-હાંસોટ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો બળદ ગાડા તથા સાઈકલ પર રેલીમાં જોડાયા હતા.
પેટ્રોલ, ડીઝલ તથા રાંધણ ગેસના કૂદકેને ભૂસકે ભાવો વધી રહ્યા છે અને આમ જનતાની કમર તૂટી જવા પામી છે. ત્યારે કેન્દ્રની ભાજપા સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ છે જે માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે. જેના ભાગ રૂપે અંકલેશ્વર-હાંસોટ તથા ઝઘડિયા ખાતે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે બળદ ગાડા અને સાઈકલ પર કોંગ્રેસના આગેવાનો તથા સેંકડો કાર્યકરો રેલી કાઢીને વિવિધ વિસ્તારોમાં ફરી અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી અને જ્યાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવાયું હતું. કોંગ્રેસની રેલીને કારણે અંકલેશ્વરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સદર કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રવકતા નાઝુ ફડવાલા, દક્ષિણ ગુજરાત કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઈકબાલ ગોરી, કોંગ્રેસ અગ્રણી મગન માસ્તર,, તાલુકા પ્રમુખ જીતેન્દ્ર પટેલ, ભરત પરમાર હાંસોટ કોંગ્રેસના પ્રમુખ વિનોદ પટેલ, મ્યુ.સભ્ય શરીફ કાનુગા, તાલુકા પંચાયત સભ્ય જાકીર મોનાલા, યુવા અગ્રણી સ્પંદન પટેલ, વસીમ ફડવાલા, શૈલેષ દરબાર, વિરેન્દ્રસિંહ આઈટી સેલના, કાલુ ચૌહાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ ધર્મિષ્ઠાબેન તથા ઠાકોર પુનીયા વસાવા, અર્જુન વસાવા, યુવા અગ્રણી શોએબ ઝઘડિયાવાલા, ઈમરાન પટેલ, યુનુસ શેખ, તારીક શેખ, સંજય રાજ, મ્યુ.સભ્ય રાજુ વસાવા (ઘડિયાળી) સહિતના કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકરો જોડાયા હતા.