અંકલેશ્વરમાં શાંતિ સમિતિ તથા ગણેશ મંડળો સાથે વહીવટી તંત્રની મીટિંગ યોજાઈ

અંકલેશ્વર, તા.ર૮
અંકલેશ્વર શહેર તથા તાલુકામાં આગામી દિવસોમાં મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર બકરા ઈદ તથા હિન્દુ સમાજના પવિત્ર તહેવાર ગણેશ ઉત્સવ તથા વિસર્જન અંગે આજરોજ અત્રેના નગરપાલિકા હોલ ખાતે અંકલેશ્વર શહેર શાંતિ સમિતિ તથા ગણેશ મંડળ આયોજકો તથા જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સાથે એક મીટિંગ યોજાઈ હતી. જેમાં શહેરના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી રમેશ ભગોરા દ્વારા મીટિંગમાં પધારેલ તમામનું સન્માન સાથે જણાયંુ હતું કે દરેક કોમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં તથા કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય જે અંગે અપીલ કરાઈ હતી અને આ તહેવારો સારી રીતે ઉજવાય તે માટે જે તે વિગતોને વ્યવસ્થા કરવા અંગે સૂચનાઓ અપાઈ હતી.
આ પ્રસંગે ડીવાયએસપી સૈની તથા શહેર પીઆઈ દ્વારા પ્રાંસગિક પ્રવચન કર્યા હતા.
શહેર શાંતિ સમિતિની મીટિંગમાં ન.પા.ના ચીફ ઓફિસર પ્રશાંત પરીખ શહેરના મામલતદાર ભરતસિંહ મહીડા ઓએનજીસીના અધિકારી ઉમેશ રાઉલ, જીઈબીના નાયબ ઈજનેર પટેલ તથા જીપીસીબીના ત્રિવેદી તથા સિકંદર ફડવાલા, મ્યુ.સભ્ય રફીક જઘડિયાવાલા રઈશ સુફી તથા જીજ્ઞેશ અંદાડીયા હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks