અંકલેશ્વરની NCTમાં પપ કરોડના પાઈપલાઈન કૌભાંડ અંગે ગાંધીનગરમાં રજૂઆત થશે

અંકલેશ્વર, તા.ર૪
ઉદ્યોગ મંડળ તરફથી મંત્રી રોહિત પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે નર્મદા ક્લિન ટેક (NCT)માં ચોકક્સ સમય મર્યાદા સુધી બોર્ડ ઓફ ડાયરેક્ટર નીમવામાં આવે, આ પ્રશ્નની રજુઆતમાં મંત્રી રોહિત પટેલે દિન સાતમાં તેનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી.
NCTમાં રૂપિયા ૫૫ કરોડના પાઇપ લાઈન પ્રોજેક્ટમાં આચરવામાં આવેલા કૌભાંડ અંગે પણ ઉદ્યોગ મંડળ દ્વારા ગાંધીનગરમાં ચર્ચા અંગેની રજૂઆત પણ મંત્રીને કરી હતી.
વધુમાં અંકલેશ્વર અને ઝઘડીયા ઉદ્યોગ મંડળ માંથી નીકળતા એફલ્યુઅન્ટની પાઇપ લાઈન જે દરિયા સુધી જાય છે તેમાં ઝઘડીયા જીઆઇડીસીની પાઇપ લાઈન અંકલેશ્વરમાં કેનેક્ટેડ છે, પરંતુ અંકલેશ્વરની પાઇપ લાઈન કનેક્ટેડ ન હોવાના કારણે જ્યારે પાઇપ લાઈન બંધ હોય છે ત્યારે અંકલેશ્વરના ઉદ્યોગોનાં ઉત્પાદન પર તેની અસર વર્તાય છે અને ઉદ્યોગો બંધ કરવા માટેની ફરજ પડે છે તેથી ઝઘડીયાની પાઇપ લાઈનમાં અંકલેશ્વર જીઆઇડીસીની પાઇપ લાઈન પણ કનેક્ટ કરવામાં આવે તેવી રજૂઆત પણ ઉદ્યોગ મંડળે મંત્રી રોહિત પટેલને કરી હતી.
આ ઉપરાંત જીઆઇડીસીનાં ડિવિઝનલ મેનેજર દિગ્વિજયસિંહ પરમાર, રિજયોનલ ઓફિસર વસાવા દ્વારા પણ મંત્રીને જીઆઇડીસીની સમસ્યાઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, ઉપ પ્રમુખ જશુ ચૌધરી, ઇકબાલ નાથાણી, સેક્રેટરી જયેશ પટેલ,નોટીફાઈડ એરિયાના ચેરમેન હિંમત સેલડીયા,સહિતના ઉદ્યોગ અગ્રણીઓ,ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks