GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થતાં પહેલાં ૧ લાખ નકલી કંપનીઓને તાળાં મારવામાં આવ્યાં : મોદી : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યું : ૩ લાખ કરતાં પણ વધારે નોંધાયેલી કંપનીઓના ખાતાઓ સંદેહના ઘેરામાં, સરકારે અત્યાર સુધીમાં ૩૭ હજાર સંદિગ્ધ કંપનીઓની ઓળખ કરી, જેમણે ગરીબોની લૂંટ કરી છે તેમણે ગરીબોને પાછા આપી દેવા પડશે. બીજા પણ કડક નિર્ણયો લેવામાં આવશે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
જીએસટી લોન્ચિંગ પછી વડાપ્રધાન મોદીએ બીજા એક ઐતિહાસીક આયોજનમાં ભાગ લઈને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (સીએ) ના નવા કોર્ષનું વિમોચન કર્યુ ંહતુ. શનિવારે સાંજે સીએના નવા કોર્ષનું વિમોચન કરતાં મોદીએ દેશને અકાઉન્ટન્ટને અર્થવ્યવસ્થાને બચાવવાની અપીલ કરી હતી. આ અવસરે મોદીએ જીએસટી લોન્ચીંગના મહત્વને ગણાવતાં કહ્યું કે તેનાથી અમે લોકોને રાહત આપી શકીશું અને ટેક્ષના દાયરાને વધારી શકીશું. એક બાજુ પુરી સરકાર મીડિયા અને વેપારી જગતનું ધ્યાન ૩૦ તારીખની રાતના બાર વાગ્યા પર હતું. પરંતુ તેના ૪૮ કલાક પહેલા જ ૧ લાખ નકલી કંપનીઓને તાળા લગાડી દેવામાં આવ્યાં હતા. ફક્ત એક કલમ ચલાવીને આવુ મોટું કામ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય પર પોતાની સરકારની પીઠ થાબડતાં મોદીએ કહ્યું કે આ રીતના નિર્ણયો તો ફક્ત રાષ્ટ્રીય જીવનમાં જીવનાર લોકો જ લઈ શકે છે. પીએમ મોદીએ કહ્યું કે ત્રણ લાખ કરતાં પણ વધારે કંપનીઓ સંદેહ હેઠળ છે. ૩૭ હજાર કંપનીઓ પણ ઓળખ થઈ છે જે પૈસાની હેરફારી કરતી હતી. તેમણે કહ્યું કે ફક્ત એક કલમ દ્વારા એક લાખ કંપનીઓને રજિસ્ટારના રજિસ્ટરમાથી હટાવી દેવામાં આવી છે. મોદીએ કહ્યું કે ૩ લાખ કરતાં પણ વધારે એવી કંપનીઓની વાત સામે આવી છે જેની લેણદેણ સંદેહના ઘેરામાં છે. તેમણે કહ્યું કે હજુ સુધી કુલ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. આવામાં આ આંકડો વધી શકે છે. અર્થતંત્રને બચાવવા માટેના પોતાના પ્રયાસોને ગણાવતાં મોદીએ કહ્યું કે ૮ નવેમ્બરના તો બધાને યાદ છે. મેં સાંભળ્યું છે કે ૮ નવેમ્બરના રોજ તમારે તમારે જિંદગીનું સોથી વધારે કામ કરવું પડ્યું હતું. મને ખબર નથી તમે શું કામ કર્યું છે. દેશ માટે કર્યું કે ગ્રાહકો માટે. પરંતુ કામ કર્યું છે. તેમણે કહ્યું કે મોટી ગાડીઓ લેનારા અને વિદેશમાં ફરનાર કરોડો લોકો છે. પરંતુ ફક્ત ૩૨ લાખ લોકોએ પોતાની કમાણી ૧૦ લાખ કરતાં વધારે ગણાવી છે. મોદીએ કહ્યું કે સરકારે અત્યાર સુધીમાં ૩૭ હજાર આવી કંપનીઓની ઓળખ કરી લીધી છે. તેમણે કહ્યું કે આવી કંપનીઓએ કોઈક ને કોઈક દિવસે આર્થિક ડોક્ટરના ત્યાં ગઈ હશે. મને ખબર છે કે તમારી લોકોની પાસે નહીં આવી હોય જેની પણ પાસે ગઈ હોય તેને તેની ઓળખ કરી લેવાની જરૂર હતી. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એસોસિએશનના કાર્યક્રમને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે મારી અને તમારી દેશભક્તિમાં કોઈ ઉણપ નથી. મોદીએ એવું પણ કહ્યું કે જેમણે ગરીબોની લૂંટ કરી છે તેમણે ગરીબોને પાછા આપી દેવા પડશે. બીજા પણ કડક નિર્ણયો લેવામાં આવશે.