(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૯
આણંદ શહેરમાં સો ફુટ રોડ પર આવેલ જેતુન પાર્કમાં રહેતી કીશોરીએ ધો.૧૨ સાયન્સનાં અભ્યાસમાં નબળી હોવાનાં કારણે ટેન્સનમાં આવી જઈ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં સો ફુટ રોડ પર આવેલ જૈતુન પાર્કમાં રહેતી જેનીફર જેવીયર દાવલા ધો.૧૨ સાયન્સનો અભ્યાસ કરતી હતી પરંતુ અભ્યાસમાં તેણી નબળી હોઈ તે ટેન્સનમાં રહેતી હતી, ગઈકાલે રાત્રીનાં આઠ વાગ્યાનાં સુમારે તેણીનાં માતા પિતા બજારમાં ગયા હતા અને તેણી પોતાનાં ધરમાં એકલી હતી ત્યારે તેણીએ પોતાનાં રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી હતી,તેણીનાં માતા પિતા બજારમાંથી ધરે આવતા તેઓએ જેનીફરને પંખા સાથે લટકતી જોતા તેણીને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઈ હતી જયાં તબીબોએ તેણીને તપાસીને મૃત જાહેર કરી હતી,ત્યારબાદ પોલીસે અપમૃત્યુની નોંધ કરી તેણીનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવ્યા બાદ આજે મૃતદેહ તેણીનાં પરિવારજનોને સોંપ્યો હતો.