Gujarat

વડોદરામાં બોર્ડ પરીક્ષાર્થીના આપઘાતનો ત્રીજો બનાવ : વાવમાં પડતું મૂકી જિંદગી ટૂંકાવી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૨
બોર્ડની પરીક્ષા ખોફે વધુ એક ધો.૧૦ના વિદ્યાર્થીનો ભોગ લીધો હતો. આ સાથે બોર્ડની પરીક્ષા દરમ્યાન આપઘાતનો ત્રીજો ચોંકાવનારો બનાવ બનવા પામ્યો હતો. અલબતની ભાર વિના ભણતરની ગુલબાંગો પોકળ નીવડી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કપુરાઇ ગામ રામદેવ ફળિયામાં રહેતા રણજીત પરમાર પત્ની તથા બે સંતાનો સાથે રહે છે. રણજીત પરમાર પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાઇલેરિયા વિભાગમાં નોકરી કરે છે. જ્યારે તેમના બે પુત્રો પૈકી મોટો પુત્ર પારૂલ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયર તરીકે અભ્યાસ કરે છે. જ્યારે નાનો પુત્ર ઓમકુમાર રણજીત પરમાર (૧૮) જે ધો.૧૦માં એક વાર નપાસ થયા બાદ એકસ સ્ટુડન્ટ તરીકે આ વર્ષે ધો.૧૦માં બોર્ડની એકઝામમાં ફોર્મ ભરીને પરીક્ષા આપી રહ્યો હતો. આજે તેનું ગણિતનું પેપર હોઇ માનસિક ડીપ્રેશનમાં આવી જતાં તેને ગણિતના પેપરની પૂર્વ સંધ્યાએ જ માનસિક ટેન્શનમાં આવી જઇ ગામમાં આવેલ વાવમાં મોડી સાંજે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. તેનો મૃતદેહ શોધખોળ બાદ વાવમાંથી મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે, આપઘાતના બનાવની જાણ વરણામાં પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
ગામના ભાગોળે આવેલ વાવ ઊંડી તેમજ વર્ષો જૂની હોવાની ગામનાં લોકોએ ઓમકુમારને વાવમાંથી બહાર કાઢવાની હિંમત કરી ન હતી. પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વાવમાં ઉતરીને વિદ્યાર્થી ઓમકુમારના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આપઘાત કરનાર ઓમકુમાર ગત વર્ષે સમાજવિદ્યા અને ગણિતના વિષયમાં તે નાપાસ થયો હોવાનું પરિવારનાં સૂત્રોએ જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.