(એજન્સી) ન્યૂયોર્ક, તા.૪
વિશ્વ હિજાબ દિવસના અવસર પર ન્યૂયોર્ક શહેરમાં ભેગી થયેલી મુસ્લિમ મહિલાઓએ નસ્લવાદી પ્રવૃત્તિઓ અને ઈસ્લામોફોબિયાને સમાપ્ત કરવા માટે વિશ્વને સહયોગ આપવાની અપીલ કરી છે. આ દિવસ ૧ ફેબ્રુઆરીએ મલેશિયા, નાઈજીરિયા અને પશ્ચિમ બાલ્કન કાઉન્ટીમાં પણ ઉજવવામાં આવ્યો હતો. ન્યૂયોર્કમાં નગરપાલિકા કાર્યાલયની સામે મુસ્લિમ મહિલાઓ દ્વારા એક બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠકના સભ્યોએ ઈસ્લામોફોબિયા અને નસ્લવાદી પ્રવૃત્તિઓને દૂર કરવા માટે સહયોગ આપવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. તેમને લાગે છે કે, હિજાબ તેમની પવિત્રતા અને પ્રતિષ્ઠાનું રક્ષક છે. તેઓએ સૂત્રો લખેલા પ્લેકાર્ડ પણ પકડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની સુશ્રી નવાજ નાઝીમાખાનએ ર૦૧૩માં આ દિવસનું અવલોકન કરવાનું શરૂ કર્યું હતું, તેમણે જણાવ્યું કે, તેમણે ન્યૂયોર્કમાં નસ્લભેદી પ્રવૃત્તિઓ સામનો કરવો પડ્યો હતો. તેમણે આ પણ જણાવ્યું કે, ૯૦ દેશોએ તેમના આંદોલનનું સમર્થન કર્યું છે. મલેશિયાના કુઆલાલમ્પુરમાં આયોજિત એક આવાજ કાર્યક્રમમાં વિવિધ વ્યવસાયો સાથે સંબંધિત મુસ્લિમ મહિલાઓએ ‘આ અમારી પસંદ છે’ બેનર હેઠળ ભાગ લીધો હતો.