આપણી વૃત્તિ જો આપવાની હોય તો ઈશ્વર પણ ભિક્ષા માંગવા આવે : મોરારીબાપુ

ભાવનગર, તા.ર
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહમાં મોરારીબાપુએ કહ્યું કે આપણી વૃત્તિ જો આપવાની હોય તો ઈશ્વર પણ ભિક્ષા માંગવા આવે. માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન (વર્ષ ર૦૧૭) પ્રસંગે ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે મોરારીબાપુના હસ્તે કિરણભાઈ ચિંગ્લોન તથા શ્રુતિબહેન શ્રોફને શ્રેષ્ઠ નાગરિક સન્માન, વિનોદીની બહેન શાહને શ્રેષ્ઠ મહિલા શિક્ષક સન્માન અને ભારતીબેન ભટ્ટને યશસ્વી મહિલા સન્માન અર્પણ થયેલ. આ સાથે શ્રેષ્ઠ શિક્ષક સન્માન માટે યશવંતભાઈ મહેતા ઉપસ્થિત રહી શક્યા ન હતા. શનિવારે તા.૩૦ના બપોરે આ સન્માન સમારોહમાં મોરારીબાપુએ દાતાઓના યથાશક્તિ તેમજ યથાયોગ્ય દાનની સરાહના કરી અને કહ્યું કે, આપણી વૃત્તિ જો આપવાની હોય તો ઈશ્વર પણ ભિક્ષા માંગવા આવે. તેઓએ દશેરા પ્રસંગે વાલ્મિકી રામાયણના યુદ્ધકાંડનો પ્રસંગ ઉલ્લેખીને ટકોર કરી કે રાવણ નહી, તેના કરતાં રામણત્વનો વધ થવો જોઈએ. મોરારીબાપુના હસ્તે અહીંના આરોગ્ય તંદુરસ્તી વિભાગનું ઉદ્‌ઘાટન થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks