(એજન્સી)
ચેન્નાઈ, તા.૮
તામિલનાડુના ડીએમકે નેતા અને લોકપ્રિય કલાકાર કરૂણાનિધિનું ૯૪ વર્ષની વયે અવસાન બાદ પુત્ર સ્ટાલિને પિતાને ભાવુક થઈ પત્ર લખ્યોે. જેનાથી બધાની આંખો ભરાઈ ગઈ. સ્ટાલિને પિતાને લખેલા પત્રમાં કહ્યું કે, શું હું તમને પપ્પા કહું ? મેં તમને સદાય થલેવર નેતા કહ્યા છે. આજે એકવાર પપ્પા કહી દઉં. તમે હંમેશા મને My Dear Brotherથિી સંબોધ્યો અને દ્રવિડ સમાજ માટે કામ કરવાની હિંમત આપી.
સ્ટાલિને પત્રમાં લખ્યું કે, તમે જ્યાં જાવ ત્યાં મને જગ્યા જરૂર બતાવજો. વગર બતાવે ક્યાં જતા રહ્યા ? તમે કહ્યું હતું કે, મારી કબર પર લખજો કે આ શખ્સે આરામ વગર સતત કામ કર્યું. હવે તે આરામ કરે છે. પિતાજી આપનું દિલ આપશો ? જેથી તમારા અધૂરા કામ પૂરા કરું.
૯૪ વર્ષની વયે કરૂણાનિધિએ કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. તેઓ રાજ્યના પાંચવાર મુખ્યમંત્રી રહ્યા હતા. સતત પ૦ વર્ષ રાજકારણમાં કાર્યરત રહ્યા.