સ્વતંત્રતા દિવસની સાંજે જામિયાના પૂર્વ વિદ્યાર્થી ઘૃણા અપરાધનો શિકાર

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
બુધવારે સાંજે પ્રકાશમાં આવેલ ચોંકાવનારી ઘટનામાં જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી દાઉદ આરીફ દેશમાં પૂર્વાગ્રહયુક્ત અપરાધના સિલસિલાના નવા પીડિત બન્યા હતા. દાઉદને પ૬ યુવાનોએ માર મારી સાંપ્રદાયિક અને દોષારોપણ કરતી ટિપ્પણી કરી હતી. જામિયા મિલિયા ઈસ્લામિયાથી લગભગ બે કિલોમીટર દૂર દાઉદના નિવાસસ્થાન સરાઈ જુલેનામાં આ ઘટના સ્વતંત્રતા પર્વના રોજ બની હતી. દાઉદે આપેલી માહિતી મુજબ મકાન માલિકના સંબંધિ સહિત યુવાનોના ટોળાએ તેમના પર હુમલો કર્યો. દાઉદે દાવો કર્યો છે કે તેઓ નશામાં ધૂત હાલતમાં મોટા અવાજે સંગીત વગાડી રહ્યા હતા. તેમજ તેમણે દાઉદના ઘરના દરવાજા પર પેશાબ પણ કર્યો હતો. દાઉદે આ અંગે મકાનમાલિકને જાણકારી આપી પરંતુ વચ્ચે પડે તે પહેલાં યુવાનોએ મકાનમાલિકને ફરિયાદ કરવા બદલ દાઉદને માર મારવાનું શરૂ કર્યું હતું. યુવાનો પોતાના કરતાં વધુ સંખ્યામાં હોવાથી દાઉદે માફી માંગી પરંતુ તેમાંના એક એ તેમને પાંચ માળના ધાબા તરફ ધક્કો માર્યો. ઉલ્લેખનીય છે કે, તેમાંના બે યુવકોએ કહ્યું કે તું મુસલમાન છે ને, તને મારી નાંખીશું અને અમને કંઈ પણ નહીં થાય. દાઉદે જણાવ્યું કે મકાનમાલિક અને તેમના પુત્રએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. દાઉદે કહ્યું કે આ ઘટનાને સ્વતંત્ર ઘટના તરીકે નહીં પરંતુ સમાજની ઘડાઈ રહેલ વિચારસરણીના ઉદાહરણ તરીકે જોવામાં આવેલા. દાઉદે પીસીઆર મોકલવા દિલ્હી પોલીસને તાત્કાલિક ફોન કર્યો હતો પરંતુ તેમણે ઘણો મોડો પ્રતિસાદ આપ્યો. પોલીસે સ્વબચાવમાં કહ્યું કે સ્વતંત્રતા દિવસ હોવાના કારણે મોડું થયું. દાઉદ ન્યુ ફેન્ડરી કોલોની પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગયા પરંતુ પોલીસે સલાહ આપી કે, આ ઘણી લાંબી અને જટિલ પ્રક્રિયા હોવાથી તે એફઆઈઆર ન નોંધાવે. પછીથી દાઉદે કહ્યું કે, તેમની પાસે પૂરતા સ્ત્રોત ન હોવાથી તેમણે ફરિયાદ ન નોંધાવી. દાઉદે રૂમ ખાલી કરતી વેળા પોલીસ સુરક્ષાની માગણી કરી હતી. હાલ તે ગેસ્ટહાઉસમાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks