National

રાષ્ટ્ર જ્યારે રાષ્ટ્રવાદ બને છે ત્યારે તે રોગ બની જાય છે.ઃ અપૂર્વાનંદ

(એજન્સી) નવી દિલ્હી,૧૯
રાષ્ટ્ર એક કલ્પના છે અને આ રાષ્ટ્‌વાદમાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે આ રોગ થઈ જાય છે.“સાહિત્ય આજ તક”ના બીજા દિવસે ‘રાષ્ટ્ર અને ધર્મ’ના સત્રમાં દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રોફેસર અપૂર્વાનંદએ આ વાત કહી હતી. તેમના આ વિચારનો મજબૂત રીતે પ્રતિકાર કર્યો. દિલ્હી યુનિવર્સિટીના વધુ એક પ્રોફેસર સંગીત રાગી તેમજ લેખક, શિક્ષક, રંગકર્મી ડૉ. સચ્ચિદાનંદ જોશીએ રાષ્ટ્ર શું છે અને ધર્મ શું, શું રાષ્ટ્રનો પણ કોઈ ધર્મ હોય છે? ખાડી દેશ તો દૂર પોતાના પાડોશી દેશોને પણ જોઈએ તો બધાના પોતપોતાના ધર્મ છે, પરંતુ ભારતના સંદર્ભમાં આ વાત અર્થ વિનાની છે. આ રાષ્ટ્ર અને ધર્મમાં પરીપર મોઈ સંબધ હોય છે? શું રાષ્ટ્રને ચલાવવાની જવાબદારી ધર્મને આપવી જોઈએ? શું ધર્મ વિના કોઈ રાષ્ટ્ર પોતાની જવાબદારી ભજવી શકે છે? આ તમામ વિષયો પર ત્રણ હસ્તીઓએ પોતાની વાત મૂકી હતી. પ્રોફેસર અપૂર્વાનંદે જ્ણાવ્યું કે રાષ્ટ્ર એક કલ્પના છે અને જ્યારે તે રાષ્ટ્રવાદમાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે તે રોગ બની જાય છે. યુરોપમાં હિટલરના રાષ્ટ્રવાદથી સાવધાન રહેવાની વાત કહેવામાં આવી. તેનાથી ગાંધી, ટાગોર, ભગતસિંહે પણ સાવધાન કર્યા. ઈઝરાયેલનો પણ રાષ્ટ્રવાદ ખતરનાક છે, તેને આપણે આદેશ ગણવો જોઈએ નહીં. ઈઝરાયેલે યહૂદીઓને બીજા ધર્મોથી ઉપર રાખ્યા. એક સમયે આપણે વિશ્વને શીખવી રહ્યા હતા. આજે આપણે ઈઝરાયેલ પાસેથી શીખી રહ્યા છીએ. ધર્મના અનેક અર્થ છે, એક જે ધારણ કરવામાં આવે, બીજો ધર્મ અથવા જાતિના અર્થમાં જે ધર્મ કહેવાય છે. રાષ્ટ્ર એક પ્રકારની કલ્પના છે જે એક સમયમાં વિવિધ પ્રકારના સમુદાય કરે છે. ભારત નામના રાષ્ટ્રમાં હા તમામ સમુદાયોની ભાગીદારી છે, આપણા સંબધો કે ધર્મના સંબધો હોય કે ના હોય, આ રાષ્ટ્ર આપણને એક સૂત્રમાં બાંધે છે. તેમણે જ્ણાવ્યું કે ગાંધીએ પોતાના અંતિમ દિવસોમાં ઉપવાસ કર્યો હતો અને જણાવ્યું કે, હું આ આરોપ સ્વીકાર કરું છું કે હું આ ઉપવાસ ભારતના મુસ્લિમોના પક્ષમાં કરી રહ્યો છું અને પાકિસ્તાનના હિંદુઓ અને શીખો માટે કરી રહ્યો છું. કોઈ દેશ આધુનિક રાષ્ટ્ર, સભ્ય ત્યારે જ કહી શકાય છે, જ્યારે તેમાં તમામ લોકો બરાબરની ભાગીદારી અનુભવે. આધુનિક અને સભ્ય રાષ્ટ્ર લઘુમતીઓના હકોની સુરક્ષા કરનારું હશે. આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ શું ભારત ધર્મનિરપેક્ષ અને પંથ નિરપેક્ષમાં ભ્રમિત છે? આ પ્રશ્ન પર પ્રોફેસર સંગીત રાગીએ જણાવ્યું કે, જ્યારે ધર્મ અને રાષ્ટ્રની વાત ચાલી રહી છે તો, સંપૂર્ણ ચર્ચાના કેન્દ્રમાં આજ વાત આવે છે કે હિન્દુ રાષ્ટ્ર શું છે. પંરતુ આપણે પંથ અને ધર્મની વચ્ચે અંતર રાખવું પડશે. પંથ એક પૂજા પદ્ધતિ હોય છે. એક રાષ્ટ્ર રાજ્યનો ધર્મ તો હોય શકે છે, તેનો કોઈ પંથ ના હોવો જોઈએ. ડૉ. સચ્ચિન્દાનંદ જોશીએ જણાવ્યું કે ભારતમાં હિન્દુ ધર્મ નામની કોઈ વસ્તુ ન હતી, પરંતુ એક જ ધર્મ સનાતન હતો. જ્યારે બીજો ધર્મ આવ્યો તો તેને અલગથી ચિન્હિત કરવા માટે કહેવામાં આવ્યું કે સિંધુ નદીની આ પાર જે ધર્મ છે તે તે હિંદુ ધર્મ છે. જ્યારે આપણે કોઈ વસ્તુને વાદ સાથે જોડીએ છીએ, ત્યારે ગડબડ થાય છે. હિંદુ ઈજમના સ્થાને જો હિંદુનેસ કહીએ તો વાત જુદી થઈ જાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.