અરાફાતમાં લાખો હાજીઓએ ઈબાદત કરી

(એજન્સી) અરાફાત, તા.૧
સઉદી અરબના અરાફાત મેદાનમાં આશરે બે મિલિયન હાજીઓ હજયાત્રાના અંતિમ પડાવમાં દુઆઓ માંગવા ભેગા થયા હતા. આ વખતે હજ માટે દુનિયાભરમાંથી ર૦ લાખ લોકો મક્કા પહોંચ્યા છે. ૪૦ ડિગ્રીના તાપમાન અને રણની માટી અને તપતા સૂરજ વચ્ચે હાજીઓ ભેગા થયા છે. મુસ્લિમોનું માનવું છે કે મક્કાથી આશરે ૧પ કિ.મી. દૂર આવેલા અરાફાતના મેદાનમાં પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે તેમનો અંતિમ ઉપદેશ આપ્યો હતો.
આ વખતે પણ અરાફાતનું મેદાન સફેદ અહેરામ પહેરેલા હાજીઓથી ખીચોખીચ ભરાઈ ગયું છે. મેદાનમાં ગરમી હોવા છતાં હાજીઓ પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)ની ફરજો પર અમલ કરવા ઉત્સુક છે. પાંચ દિવસના હજમાં મુસ્લિમો એક વખત અરાફાતના મેદાનમાં જઈ અલ્લાહતઆલાથી દુઆએ મગફિરત કરે છે. હજના દિવસોમાં અરાફાતના મેદાનમાં જવું સૌથી મહત્ત્વની ઈબાદતનો પડાવ મનાય છે. અહી તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ છે. ગરમી અને લૂને કારણે માંદા પડતા હાજીઓ માટ મેદાનની બીજી બાજુએ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
આ વખતે સુરક્ષાના મુદ્દે નજર સુરક્ષાને જવાનો, હોલિકોપ્ટર, સીસીટીવી કેમેરા, ડ્રોનની મદદથી દરેક ખૂણે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભારતમાંથી આ વખતે ૧.૭ લાખ લોકો ગયા છે. જેમાં કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબર પણ સામેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks