Gujarat

આરંભડામાંથી પકડાયેલ કેમિકલ મેકડ્રોન નામનું પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું

ચાર શખ્સો સામે ગુનો દાખલ જામનગર, તા.૨
ઓખામંડળના આરંભડાની સીમ આવેલા એક મકાનમાંથી દસેક દિવસ પહેલા પોલીસને શંકાસ્પદ કેમિકલનો જથ્થો સાંપડયો હતો. પોલીસે તે કેમિકલનું પૃથ્થકરણ કરાવતા તે કેમિકલ મેકેડ્રોન નામનું પ્રતિબંધિત ડ્રગ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલમાં તે જગ્યાના માલિક અને આ ડ્રગ બનાવવા માટે જથ્થો મંગાવનાર ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી જગ્યાના માલિક અને જામનગરના દવાના હોલસેલ વેપારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્રણ શખ્સોની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે કુલ રૂા.૧૦.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યા છે.
આ નમૂનાના પૃથ્થકરણ પછી બહાર આવેલી વિગતોના પગલે મીઠાપુર પોલીસ સાથે તપાસ માટે રેન્જ આઈજીની ટુકડી આર.આર.સેલ અને એટીએસ પણ દોડી આવ્યા હતા. આ કેમિકલ મૂળ રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં રહેતા અને હાલમાં મીઠાપુર નજીકના આરંભડા ગામના ચીખલી વિસ્તારમાં વસવાટ કરતા અને કલર કામનો વ્યવસાય કરતા હારૂન સત્તારભાઈ સોયા નામના શખ્સના કબજાવાળા મકાનમાંથી મળ્યો હોય તપાસનીશ ટૂકડીએ હારૂન સોયાની પૂછપરછ હાથ ધરી હતી.
દસેક દિવસ સુધી ચાલેલી તપાસ દરમ્યાન ઉપરોક્ત કેમિકલ મેકેડ્રોન ઉર્ફે મ્યાઉં મ્યાઉં નામનું ડ્રગ હોવાનું પોલીસ સમક્ષ ખૂલતા શનિવારે ભારે ચકચારી બની ગયેલા આ કેસમાં વિધિવત ગુનો નોંધ્યો છે.
મેકેડ્રોન નામના કેફી પદાર્થના ગેરકાયદેસર સેમીસોલીડ પ્રકારના પદાર્થને હારૂન સત્તાર સોયાના મકાનમાં રાખી મૂળ જામનગરના અને હાલમાં મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી એક હોટલમાં રહેેતા જીજ્ઞેશ સુભાષભાઈ વોરા, જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૪માં અને દવાનો હોલસેલનો વેપાર કરતા પિનલ કિરીટભાઈ ચોટાઈ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેજા ગામના ભાવેશ વિઠ્ઠલભાઈ દૂધાત્રાએ રાજકોટના ઈમરાન અકબરભાઈ જેસણિયા ઉર્ફે ભૂરા નામના શખ્સ પાસેથી આ કેમિકલ મંગાવી તેને પ્રતિબંધિત મેકેડ્રોન નામનું ડ્રગ બનાવવા માટે હારૂનના મકાનમાં રાખી ત્યાં ડ્રગ તૈયાર કરાવી તેને બજારમાં વેચવા માટેનો કારસો રચ્યો હતો તેનો ગુનો નોંધ્યો છે.
આ કેસમાં મીઠાપુર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સી.બી. જાડેજાએ ખુદ ફરિયાદી બની નોંધાવેલી આ ફરિયાદ નાર્કોટીકસ અને સાયકોટ્રોપીક એક્ટ ૧૯૮૫ની કલમ-રર (સી), ૨૯, ૩૦, ૨ (૧૦), ૮ (સી) હેઠળ નોંધવામાં આવી છે. પોલીસે હાલમાં હારૂન સોયા તથા જામનગરના પિનલ ચોટાઈની ધરપકડ કરી છે. જ્યારે જીજ્ઞેશ વોરા, ભાવેશ દુધાત્રા અને ઈમરાન ઉર્ફે ભૂરાની શોધખોળ હાથ ધરી છે.
આ કેસની વધુ તપાસ દ્વારકા એલસીબીના પીઆઈ એસ.એચ.સારડાને સોંપવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Gujarat

  હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

  ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.