અરબી ભાષાના લખાણવાળા સિક્કા મળતાં લોકો ઉમટી પડ્યા

અમદાવાદ, તા. ૨૦
સુરેન્દ્રનગરના જિલ્લાના લીમડીના છાલિયા તળાવ પાસે એક કાર ફસાઇ હતી. જેને બહાર કાઢવા માટે ખોદકામ કર્યું હતું. જેના પગલે સ્થળ ઉપરથી ચાંદી જેવી ધાતુના સિક્કા મળી આવ્યા હતા. જેના પગલે લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સિક્કા મળવાની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સાથે સાથે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
એક ગાડી ફસાઇ હતી જેને બહાર કાઢવા માટે ખોદકામ કર્યું હતું. ખોદકામ દરમિયાન અરબી ભાષાના લખાણવાળા સિક્કા મળી આવ્યા હતા.
થોડી માત્રા એટલે કે આશરે પાંચ-સાત જેટલા સિક્કા મળી આવતા લોકોમાં આશ્ચર્ય થયું હતું. સિક્કા મળવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
આ ઉપરાંત સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથધરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks