(એજન્સી) તા.૩૦
ઈદના તહેવારનું નામ પડતાની સાથે જ સૌથી પહેલાં ધ્યાનમાં એક બીજાના સાથે ભેટવાનું દૃશ્ય આવે છે. જેવી રીતે નાતાલ સાથે સાંતાકલોઝ અને દિવાળી સાથે ફટાકડા સંકળાયેલા છે તેમ ઈદમાં એક બીજા સાથે ભેટવું, હાથ મિલાવવા, વિશેષ સામૂહિક નમાઝ, કુરબાની તેમજ પરિવાર અને મિત્રો સાથે મિજબાની વગેરે સંકળાયેલા છે. પરંતુ કોવિડ-૧૯ મહામારીના કારણે આગમચેતીના પગલારૂપે આ વર્ષે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી નિમિત્તે આગમચેતીના પગલાં જરૂરી છે અને આ પ્રથમ ઈદ નથી કે જેની ઉજવણી સામાજિક અંતર જાળવી કરવાની છે. આ પહેલાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી પણ આ જ રીતે થઈ હતી. યુએઈ સરકાર મહદઅંશે કોવિડ-૧૯ને ફેલાતો રોકવામાં સફળ થઈ છે પરંતુ સરકારી અધિકારીઓએ તાજેતરમાં જ સામાજિક અંતર જાળવવા પર મહત્તમ ભાર મુકયો હતો. દુબઈ સ્થિત એક ડોકટરે કહ્યું હતું કે આ વર્ષે ઈદ દરમ્યાન આપણે આપણા સ્વજનોથી દુર રહેવું જોઈએ. કે જેથી આગામી બધી ઈદો દરમ્યાન આપણે તેમની સાથે મળી ઉજવણી કરી શકીએ. તમારે વીડિયો કોલ દ્વારા એક બીજાનો સંપર્ક કરવો જોઈએ. વર્ચ્યુઅલ રીતે વધારેને વધારે સભ્યો આપણી સાથે જોડાઈ શકે છે. યુએઈના સ્વાસ્થ્યમંત્રી અબ્દુલ રહેમાન અલ ઔવેસે તાજેતરમાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ અંગેના નિયમો તોડવા બદલ કોઈ બહાનું નહીં ચાલે. આ મહામારી સામેની લડત દરમ્યાન યુએઈમાં ઘણા પ્રોત્સાહન સંકેતો જોવા મળ્યા છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે અહીંના રહીશોની નિયમો પ્રત્યેની પ્રતિબદ્ધતાં જ તેમને સુરક્ષિત રાખશે. આ પ્રતિબદ્ધતા આપણી રાષ્ટ્રીય ફરજ છે.
5