(એજન્સી) વોશિંગ્ટન, તા.૩૦
ટિબેરીઆસના સિમાચિહ્નો પૈકીની એક મસ્જીદ અને ઝાયદાની તરીકે પણ પ્રખ્યાત મસ્જીદને મામેેલુક શિલ્પકામ ખાતે મોટા ગુંબજ અને મિનારા સાથે બાંધાવામાં આવી હતી. ઘણાં પેલેસ્ટાઈઓની જેમ ટિબેરીઆસના રહેવાસીઓ પણ નકબાને અનુસરતાં સિરીયા અને લેબનોન સ્થળાંતર કરી ગયા હતાં, એમ ઈઝરાયેલના આરબ નાગરિકોની ઉચ્ચ કમિટીના કમલ ખતીબે જણાવ્યું હતું. ઝાયદાની કુટુુંબ પણ નજીકના નાઝારેથ શહેર ખાતે સ્થાયી થયા હતા. ખતીબે જણાવ્યું હતું કે ઝાયદાની પરિવારે ઈઝરાયેલની સરકાર પાસે ઉમરી મસ્જીદના સમારકામની મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે ટિબેરીઆની મ્યુનિસીપાલીટીએ મસ્જીદ રીપેરીંગ થવી જોઈએ કે નહી તે મામલે કોઈ દલીલ કરવાનો ઈન્કાર કર્યો હતો. જોકે કંઈ થયું ન હતું. ત્યારથી ઈઝરાયેલ સરકારે આ મસ્જીદમાં નમાઝ અદા કરવા પર અને મુલાકાતીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. એક સંશોધનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે લગભગ ૪૦ જેટલી મસ્જીદો શહીદ કરવામાં આવી હતી અથવા ત્યજી દેવામાં આવી હતી. જ્યારે દુર્ભાગ્યપૂર્ણ રીતે ૧૭ મસ્જીદોને બાર, રેસ્ટોરન્ટ અથવા સંગ્રહાલયમાં પરિવર્તીત કરવામાં આવી હતી. સાફેદ શહેર ખાતેની અલ-અહ્મર મસ્જીદને સેન્ટ્રલ હોલમાં તેમજ સીઝરિયા ખાતેની અલ-જદીદ મસ્જીદને બારમાં ફેરવવામાં આવી હતી. ખતીબે જણાવ્યું હતું કે કેટલીક મસ્જીદોને સિનેગોગમાં પણ રૂપાંતરિત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઈઝરાયેલને મુસ્લિમોની લાગણીની કોઈ પરવા નથી. જાફા ખાતેના અલ-ઈસાફ કબ્રસ્તાનમાં સ્થાનિકોના વિરોધ છતાં કબરો તોડી પાડવામાં આવી હતી.