(એજન્સી) નવી દિલ્હી, તા.ર
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૭ લાખથી પણ વધુ સુધી પહોંચી ગઈ છે. કોરોનાના વધતા સંક્રમણના શરૂઆતના દિવસોમાં નિષ્ણાતોએ જણાવ્યું કે જે ઘરોમાં હવા-ઉજાસની સારી એવી વ્યવસ્થા નથી ત્યાં કોરોના સંક્રમણનો જોખમ વધુ છે. આ અંગે હવે અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીએ પણ એક અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ અનુસાર નાના અને બંધ સ્થાનોમાં કોરોના માત્ર હવામાં લાંબા સમય સુધી રહે છે પરંતુ તેના ટીપા પણ જુદી જુદી જગ્યાઓએ વળગી રહે છે. આજના સમયમાં ઘરો ઘણા નાના બની રહ્યા છે. અગાઉ પણ સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે નાના ઘરોમાં રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોરોના મહામારીના આ યુગમાં નાના ઘરોમાં રહેવાવાળા લોકો માટે જોખમ વધુ તીવ્ર થઈ ગયું છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે મોટા અને હવા-ઉજાસવાળા ઘરોમાં રહેવા વાળા લોકોમાં કોરોનાનું જોખમ બંધ ઘરોમાં રહેવા વાળા લોકો કરતા ખૂબ ઓછું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના વાયરસ વિશે અલગ અલગ વિવિધ સંસ્થાઓના ઘણા રિપોર્ટ સામે આવી ચૂકેલા છે. કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોના અલગ અલગ અભિપ્રાય છે. કોરોના વિશેના પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે ત્રણ ફૂટના અંતર સુધી ફેલાય છે. પછી કહેવામાં આવ્યું કે તે છથી આઠ ફીટના અંતર સુધી ફેલાય છે. અને હવે કહેવામાં આવી રહ્યું છે કે કોરોના ૧૩ ફીટના અંતર સુધી ફેલાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે નાના ઘરોની અંદરની હવા, ઘરમાં જ પ્રેસર છે જ્યારે મોટા આકારવાળા અને ખુલ્લા ઘરોમાં સૂર્યનું પ્રકાશ પહોંચતું નથી. જેના કારણે વાયરસને જીવતા રહેવા માટે સુરક્ષિત સ્થળ મળી જાય છે. હવા-ઉજાસ વાળા ઘરોમાં કોરોના વાયરસ વધુ સમય માટે રોકાઈ શકતું નથી અને હવાના પ્રવાહ સાથે ઘરની બહાર નીકળી જાય છે.