(એજન્સી) તા.૨
તુર્કીના તટરક્ષક દળે બુધવારે ૧૮ શરણાર્થીઓને બચાવ્યા, જેમને ગ્રીક તટીય અધિકારીઓએ એજીયન તટ પર તુર્કીના ક્ષેત્રીય જળમાં ધકેલી દીધા હતા. એક સુરક્ષા સ્ત્રોતે માહિતી આપી હતી. દક્ષિણી પશ્ચિમી રાજ્ય મુગલામાં મારમારિસ જિલ્લાના તટ પર મદદ માટે બોલાવવામાં આવેલા શરણાર્થીઓ પછી તટ રક્ષકોને ક્ષેત્રમાં મોકલી દેવામાં આવ્યા. શરણાર્થીઓને કેપ કદીરગાથી ગ્રીક તટ રક્ષક દ્વારા પરત કરી દેવામાં આવ્યા હતા. તુર્કીના તટ પર પહોંચ્યા પછી તેમણે રાજકીય પ્રવાસ કાર્યાલયમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા. તુર્કી શરણ મેળવવા ઈચ્છતા લોકો માટે એક મહત્ત્વપૂર્ણ પારગમન બિંદુ રહ્યું છે, જે નવું જીવન શરૂ કરવા માટે યુરોપમાં પાર કરવા ઈચ્છે છે, ખાસ કરીને તે યુદ્ધ અને સતામણીથી ભાગી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તુર્કીએ અનિયમિત પ્રવાસીઓ માટે પોતાના બારણા ખોલ્યા, યુરોપીય સંઘ પર ર૦૧૬ના પ્રવાસી સોદા હેઠળ વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. તુર્કી વિશ્વના કોઈપણ દેશની સરખામણીમાં લગભગ ૪ મિલિયન સીરિયન લોકોની યજમાની કરે છે.