અમદાવાદ, તા.ર
ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી મામલે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર સમિતિના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતમાં વિરોધ દર્શાવીને લાંબી લડત આપી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૬૪ના જન્મદિન પર સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ શરૂ કરાયો છે. શિક્ષિત બેરોજગાર સમિતિ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા અને ટિ્વટર ટ્રેન્ડ ભેટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્વીટર પર વિરોધ દર્શાવવા એક ટ્રેન્ડ શરૂ કરાયો છે. ટ્રેન્ડ શરૂ થતાં જ ટ્વીટર પર એક પછી એક ટિ્વટ થવા લાગી હતી, અને આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા જણાવ્યું કે, આજરોજ આપણા લોકલાડીલા એવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનો જન્મદિવસ છે ત્યારે આપણે “ગાંધીગીરી” રૂપે તમામ ગુજરાતની સામાન્ય જનતા અને તમામ વિદ્યાર્થી તેને ટ્વીટર ઉપર ટ્વીટર ટ્રેન્ડથી અભિયાન ચલાવીશું અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી આપણે આપણી વેદના રજૂ કરીશું. સવારે ૯ વાગે આપણે ટ્વીટર હેશટેગ આપી દઈશું અને તે હેશટેગને પૂરા ભારતમાં પ્રથમક્રમે લાવીશું. તમામ લોકો પૂરો સાથ સહકાર આપજો. ૧૦ વાગે એકસાથે ઈંસીએમકા જન્મદિનબને રોજગાર દિન ટ્વીટર ટ્રેન્ડ શરૂ કરીએ, તો ટેગ સાથે ઢગલાબંધ ટિ્વટ થઈ હતી. યુવાઓએ પોતાનો રોષ ટિ્વટના માધ્યમથી વ્યક્ત કર્યો હતો, તો સાથે જ નોકરી અપાવવાની માંગ સાથે સીએમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. યુવકોએ કહ્યું કે, મુખ્યમંત્રીની વર્ષગાંઠ ઉકલે બેરોજગારીની મડાગાંઠ, તો અન્ય એક ટ્વીટર રાઈટે લખ્યું કે, જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ સાહેબ, ભગવાન તમને લાંબુ જીવન અર્પણ કરે. શિક્ષિત, યુવા, બેરોજગાર યુવાનોની વેદના અને સંવેદના આપ જલ્દીથી સમજી અટકી રોજગારી આપો તે આશા. ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને અમરેલીના આ ખેડૂત ડબલ નહીં, પણ દસ ગણી આવક મેળવે છે, ગુજરાતભરના યુવાનો છેલ્લા કેટલાય સમયથી આ આંદોલન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ યુવા બેરોજગાર હેશટેગ મામલે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ૧ લાખ કરતા વધુ રોજગારી ગુજરાત સરકારે આપી છે. સમિતિના આગેવાનોને હું મળ્યો હતો. કેટલાક મુદ્દા કોર્ટમાં છે અને બાકીની પ્રક્રિયા તીવ્ર ગતિએ ચાલી રહી છે. ભાજપના કાર્યકરો અહીં છીએ ત્યારે યુવાનોની વેદના અને બેરોજગારીથી અમે વાકેફ છીએ. સીએમ પણ ચિંતિત છે, અમે પરિણામ ટૂંક સમયમાં આપીશું.