વડોદરા, તા.૩
દેશની રક્ષા કાજે જાન ન્યોછાવર કરનાર ૨ શહીદોના નામ નવાયાર્ડ અને ગોરવાના રોડ અને ટ્રાફિક સર્કલ આપવા મંજૂરી અપાઈ છે. દેશની રક્ષા કરતા વડોદરાના જવાનો ગત વર્ષે શહીદ થયા હતા. જેમાં નવાયાર્ડના આરીફ પઠાણ અને ગોરવાના સંજય સાધુનો સમાવેશ થતો હતો. બે દિવસ પૂર્વે પાલિકાની એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિની બેઠક ઓનલાઈન મળી હતી. જેમાં નવાયાર્ડ પાવન પાર્ક નાળાથી રોશન પાર્ક સુધીના માર્ગને અને ફૂલવાડી ચાર રસ્તા પાસે રાઈફલ મૂકી નવા બનનારા સર્કલને વીર શહીદ આરીફ પઠાણ નામ આપવા લીલી ઝંડી અપાઈ હતી. જ્યારે ગોરવા આઈટીઆઈથી નિલેશ નગર જતા રસ્તાને વીર શહીદ સંજયસિંઘ સાધુ માર્ગ તથા આઈટીઆઈ સર્કલને આ નામ આપવા ઠરાવ કરાયો હતો. આ સિવય શ્રેયસ સ્કૂલ પાસે મસિયા તળાવને કુબેર સાગર અને માંજલપુર ભાથુજી મંદિરની બાજુના તળાવનું કબીર સાગર તળાવ તરીકે નામકરણ કરવાનું નક્કી કરાયું હતું.