ડભોઈ, તા.૩
ડભોઇથી કેવડીયા સુધી બ્રોડગેજ રેલવેલાઈનનું કામ ચાલી રહ્યું હોય કામની સમીક્ષા કરવા રેલવેના અધિકારીઓની ટીમ વારંવાર છેલ્લા કેટલાક દિવસથી ડભોઇની મુલાકાત લેતી રહી છે. કેવડિયા ખાતે બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે ડભોઈથી કેવડીયા સુધીના બ્રોડગેજ લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા ત્રણથી ચાર મહિના આખા વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો હતો. ત્યારે આ રેલવેના કામો અટકી જવા પામ્યા હતા. પરંતુ હવે જ્યારે સરકાર દ્વારા અનલોકમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે ફરીથી કામો જે તે કામની એજન્સીઓના કોન્ટ્રાક્ટર દ્વારા કામો કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ડભોઇથી ચાંદોદ રહીને પસાર થતી રેલ્વેલાઇન માંડવા ઓરસંગ નદી પર રેલવે બ્રિજનું ગડરસૅ બેસાડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ માંડવા રેલ્વે બ્રીજ લગભગ ૧૦ જેટલા સપાઇનના ગાળાનો છે. અને રેલ્વે તરફથી આ તબક્કે સ્થળ પર ખડેપગે હાજર રહી નિરીક્ષણ અધિકારી તરીકે એન્જિનિયર કૈલાશસિંગ અને અશોકસિંગ કરી રહ્યા છે. થોડા સમય અગાઉ આ ચાંદોદ રેલવેલાઈનનું નિરીક્ષણ કરવા વેસ્ટન રેલ્વે મુંબઈના સી.એ.ઓ.સી. ઈ, ડેપ્યુટી સી.ઈ સહિત એક્ઝિક્યુટીવ એન્જિનિયર અને તેમની પૂરી ટીમ આ કામગીરી માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઇ અને ચાંદોદ વચ્ચે ચાલતા બ્રોડગેજ લાઇનની ટ્રોલીમાં બેસી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ માડવાના ઓરસંગ નદી પરથી પસાર થતાં મોટા રેલવે બ્રિજનું કામની નિરીક્ષણ કરી બ્રિજની સુંદર કામગીરીને લઇ પ્રશંસા કરી હતી. ટૂંકમાં જે-તે કોન્ટ્રાક્ટરો પાસે ખૂબ જ ઝડપી કામકાજ કરાવી લોકોને જેમ બને તેમ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થાય તે આશયથી કામ કરાવી રહી છે.