(એજન્સી) તા.૩
૪૦ વર્ષના ગુલ્શનબાનુના જીવનમાં છેલ્લા ત્રણ વર્ષ ખરેખર વિકટ અને દુષ્કર રહ્યાં છે. આતંકવાદી સંગઠનમાં જોડાયેલ તેમના પુત્ર અને તેમનો ભાઇ પોલીસ સાથેની અથડામણમાં બંને માર્યા ગયાં હતાં અને હવે તેમનો ૪૮ વર્ષનો પતિ પણ આતંકી સંગઠનમાં જોડાયેલ છે. દ.કાશ્મીરમાં આતંકી સંગઠનમાં જોડાનાર સૌથી વધુ વયનો આતંકી છે. ગુલશનબાનુએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષના સમયગાળામાં મને જોવા મળ્યું છે કે એક પછી એક મારા પરિવારજનો મને છોડીને આતંકી પ્રવૃત્તિમાં જોડાઇ રહ્યાં છે. હવે અમારા પરિવારમાં અમે ત્રણ જ બચ્યાં છીએ. હું, મારી પુત્રી અને મારો નાનો પુત્ર. ૨૦૧૭ની પાનખરમાં ત્રાલથી ૬ કિ.મી.દૂર દ.કાશ્મીરમાં આવેલ લુરો જાહીર ગામમાં ગુલશનબાનુએ પોતાનો ૧૮ વર્ષનો આતંકી પુત્ર આદીલ અહમદ ચોપાન ગુમાવ્યો હતો. સુરક્ષા દળો સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો. પરિવારના જણાવ્યાં અનુસાર આદિલ જ્યારે માર્ચ,૨૦૧૭માં હીઝબુલ મુજાહિદ્દીનમા ંજોડાયો ત્યારે તે ધો.૧૧માં અભ્યાસ કરતો હતો અને બે મહિનામાં જ પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.ત્રણ વર્ષ બાદ આ વર્ષે જૂનમાં ગુલશનબાનુએ સિમોહ ગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પોતનો ૩૫ વર્ષનો આતંકી ભાઇ મોહમદ મકબુલ ચોપાન પણ માર્યો ગયો હતો. મકબુલ આતંકી સંગઠન જૈશ-એ-મોહમદમાં જોડાયો હતો અને હવે એક મહિના પછી ગુલશનબાનુનો પતિ અબ્દુલ હામીદ ચોપાન આ જ રીતે ગુમ થતાં તેને ત્રાલ પોલીસ સ્ટેશનમાં લાપત્તા વ્યક્તિની ફરીયાદ નોંધાવવી પડી છે. ગુલશનબાનુનો નાનો પુત્ર હાલ ગવર્નમેન્ટ ડીગ્રી કોલેજ ત્રાલમાં અભ્યાસ કરે છે જ્યારે તેમની પુત્રી ધો.૧૨માં પાસ થઇ છે. ગુલશનબાનુ કહે છે કે મારા પતિનો કોઇ પત્તો નથી.તે અમારા ઘરમાં એક માત્ર કમાઉ સભ્ય હતાં અને અમને છોડીને કેમ ચાલ્યાં ગયાં તેની પણ મને ખબર નથી.