Site icon Gujarat Today

નવજીવન આપનારી હોસ્પિટલમાં બેદરકારીએ કોરોનાના આઠ દર્દીઓનો જીવ લીધો

કોરોનાની મહામારી વચ્ચે નવજીવન આપનારી હોસ્પિટલમાં બેદરકારીએ જ આઠ દર્દીઓનો જીવ લીધો છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા બેદરકારીને લીધે કોરોનાના આઠ દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે, આઈસીયુ વોર્ડમાં દાખલ મોટાભાગના દર્દીઓ સાજા થઈ ગયા હોવાથી એક-કે બે દિવસમાં તેમને રજા આપવામાં આવવાની હતી. પરંતુ કોરોનાથી બચી ગયેલા લોકોને તંત્રની બેદરકારીની આગે લપેટમાં લેતાં આખરે તમામ આઠ દર્દી મોતને ભેટ્યા હતા. તો દર્દીના જીવન સાથે રમત રમનારા હોસ્પિટલના સંચાલકો અને તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી થશે કે કેમ ? તે સવાલો ઉઠ્યા છે. પ્રસ્તુત તસવીરોમાં હોસ્પિટલમાં આગને પગલે બારીઓના તૂટેલા કાચ, મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રૂદન, તપાસ માટે હોસ્પિટલ પહોંચેલી પોલીસ અને પોસ્ટમોર્ટમ રૂમથી મૃતદેહને લઈને જતા પરિવારજનો નજરે પડે છે.

Exit mobile version