(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૭
આણંદ જિલ્લામાં કોરોનાં સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે આજે વધુ ૧૪ કોરોનાં પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં આણંદ શહેરમાં ત્રણ, આંકલાવમાં એક, ગામડીમાં બે, ચીખોદરા ગામમાં બે ઉમરેઠમાં એક, બાકરોલમાં એક, ભાલેજમાં એક અને બોરસદમાં એક કેસ નોંધાયો છે. તે સાથે આણંદ જિલ્લામાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૬૨ પર પહોંચી છે. જિલ્લામાં કોરોનાં પોઝિટિવનાં વધુ ૧૪ કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૬૨ પર પહોંચી છે, જે પૈકી ૪૫૨ દર્દીઓ સ્વસ્થ થઇને ધરે પરત ફર્યા છે, જયારે ૭૫ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા કોરોનાં પોઝિટિવ દર્દીનાં પરિવારજનો તેમજ તેમનાં સંપર્કમાં આવનારા લોકોનાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, તેમજ નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ટીમો દ્વારા કોરોના પોઝિટિવ આવેલ દર્દીનાં વિસ્તારમાં સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈનમેન્ટ કરવામાં આવી હતી.