(એજન્સી) તા.૭
એક વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદી સરકારે અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીર રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કર્યુ હતું. પરંતુ આ વિભાજનને કારણે સ્થિતિ વધુ બદતર બની છે. આજે ભારતમાં કાશ્મીર માટે બોલનાર કોઇ રહ્યું નથી. જેે લોકો બોલ્યાં હતાં તેમને જેલમાં જવું પડ્યું છે. ભારત હાર્યુ કાશ્મીર પણ હાર્યુ, માત્ર પાકિસ્તાન જીત્યું. જમ્મુ અને કાશ્મીરના નવા કેન્દ્રશાસિત પ્રદેશના પરિણામે સંપૂર્ણ લોકશાહી અને સ્વશાસનનો અંત આવ્યો છે. હવે એ વાત નક્કી છે કે કશ્મીર ખીણ માટે અને સંભવતઃ જમ્મુના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર પૂંછ માટેે લડનાર કોઇ નથી. જ્યારે મોદી સરકાર અને આરએસએસ આધુનિક, ક્ષમતાવાદી અને ખરા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રની મહેચ્છા અને મહત્વાકાંક્ષા શેર કરતા નથી ત્યારે કાશ્મીરના લોકો અને તેના નેતાઓ આ મહત્વાકાંક્ષા શેર કરે એવી અપેક્ષા રાખવી હાસ્યાસ્પદ છે. એવું જણાય છે કે નાગાલેન્ડ પરથી સરકારે પાઠ ભણ્યો લાગતો નથી. છેલ્લા છ દાયકાથી ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે અને હવે મોદી સરકાર સ્વાયત્તતા આપવા સંમત થયેલ છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવાનું પગલું પ્રતિગામી છે. પીછેહટ કરવાની દિશામાં આ સૌથી મોટું પગલું પુરવાર થયું છે. વાસ્તવમાં ભારતે કાશ્મીરને લાંબા સમયના વિદ્રોહ દ્વારા જે મહેચ્છા ઊભી થાય છે તે સંતોષાય એટલી હદે સ્વાયત્તતા ગ્રાહ્ય રાખવી જોઇએ. જો કાશ્મીર ભારતની અંદર સ્વાયત્ત પ્રદેશ બને તો તેમાં કોઇ આભ તૂટી પડવાનું નથી. સ્વાયત્તતાનું પ્રમાણ એ ચર્ચાનો વિષય છે. આપણે તેમાં પણ ઉદાર બની શકીએ છીએ પરંતુ મોદી સરકાર આ માટે તૈયાર જણાતી નથી.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)