૮ ઓગસ્ટના રોજ મહાગુજરાત આંદોલનનું સ્વપ્ન સિદ્ધ થતાં આ મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ થયેલા શહીદોને દર વર્ષે આ દિવસે યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. શહીદ દિન નિમિત્તે શનિવારના રોજ શહેર કોંગ્રેસ દ્વારા લાલદરવાજા સ્થિત ખાંભી ખાતે પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈકબાલ શેખ, જમનાબેન બેગડા, નફીસાબેન અન્સારી, પૂર્વ પ્રમુખ આસીફખાન જોલી, રફીકનગરી, જી.પી. ચા વાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદો અમર રહો ના નારા લગાવ્યા હતા.