અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં મોત નિપજ્યું હતું
અંકલેશ્વર/નડિયાદ,તા.૯
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં ૮ દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેમાં ‘ગુજરાત ટુડે’ને પ્રકાશિત કરતા લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ મુહમ્મદ સુહેલ તિરમીઝીના પત્ની આયશાબેનનું પણ મોત નિપજયું હતું. જેનાથી રાજ્યભરના ‘ગુજરાત ટુડે’ના વાચકો અને ચાહકોમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી છે અને ઠેર-ઠેરથી ખિરાજે અકીદત પેશ કરી રહ્યા છે. અંકલેશ્વરની વિવિધ શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ, ધાર્મિક, સામાજિક, રાજકીય શૈક્ષણિક તથા સવૈ.સંસ્થાના આગેવાનો તથા વેપારીઓએ મર્હૂમા માટે ખિરાજે અકીદત પેશ કરી તેમની મગફિરત માટે દુઆ કરી હતી.
સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને પબ્લિક સ્કૂલ ખરોડના ચેરમેન સૈયદ આરીફ સાહેબ વજીફદાર, સૈયદ હસન સાહબ વજીફદાર તથા સૈયદ અબ્દુલ કાદિર છોટુબાવા સાહેબ, સૈયદ મોઈનબાવા સાહેબ, અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ સભ્ય સૈયદ આરીફ સમસાદઅલી, સૈયદ અરશદ કાદરી તથા ઇકરા ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કૂલ, અંકલેશ્વર ના પ્રમુખ સૈયદ જલાલુદ્દીન કુરેશી અલ હાસમી તથા સૈયદ અનિસુદ્દીન કુરેશી અલ હાસમી તથા ટ્રસ્ટી મંડળના સભ્યો ઉસ્માનખાન, મૌલવી સુલેમાન ભૈયાત, એસ.ડી. પટેલ તથા ઇ.ઇ. દાવજી મેમો. હાઈસ્કૂલ, તરસાડી કોસંબાના ઇબ્રાહિમભાઈ દાવજી તથા પૂર્વ પોલીસ ઈન્સ્પેકટર ગુજરાત મહંમદઅલી શેખ, અંકલેશ્વર નગરપાલિકાના મ્યુ. સભ્ય તથા ઉદ્યોગપતિ હાજી જહાંગીરખાન પઠાણ તથા ઝેનિથ હાઈસ્કૂલના ટ્રસ્ટી હાજી સઉદભાઈ શેખ તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન નાઝુ ફડવાલા તથા હમદર્દ એજ્યુ. એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ જનરલ સેક્રેટરી સઇદભાઇ દરસોત તથા અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા, ભરૂચ જિલ્લા વ્હોરા સમાજના પ્રમુખ યુનુસ પટેલ, મ્યુ. સભ્ય યુનુસ શેખ, અંકલેશ્વરના વેપારી સમદભાઇ શેખ સહિતના આગેવાનોએ મર્હૂમાને ખિરાજે અકીદત પેશ કરી મગફિરતની દુઆ કરી હતી. પરવરદિગાર તેમના કુટુંબીજનોને સબ્રે જમીલ અતા ફરમાવે અને મર્હૂમા આયશાબેનને જન્નતુલ ફિરદોશમાં આલા મકામ અતા ફરમાવે. આમીન. જ્યારે બઝમે સરવર નાપા વાંટાના પ્રમુખ પીરે તરીકત સૈયદ ઝહુર અહેમદ ઉર્ફે મસ્તાન બાવા, શહેઝાદાએ સરવરશાહ તેમજ પીરે તરીકત હઝરત સૈયદ શકીલ અહેમદ કાદરીએ દુઃખ વ્યકત કરી મર્હૂમાને અલ્લાહત્આલા જન્નતમાં આલા મકામ અતા ફરમાવે અને પરિવારજનોને સબ્રે જમીલ અતા ફરમાવે તેવી દુઆ કરી હતી. જ્યારે દારૂલ યતામા મદ્રસા અરબિય્યા તઅલીમુદ્દીન ભરૂચથી મૌલાના ઉવૈસ વાંકાનેરીએ આયશાબેનના ઈન્તેકાલ પર દુઃખ વ્યકત કરી મર્હૂમા માટે દુઆ કરી અલ્લાહત્આલા તેમની મગફિરત ફરમાવે તથા એમની કબરને નુરથી મુનવ્વર ફરમાવે તેમજ મર્હૂમાના પરિવારજનોને આફિયત આપે તેવી દુઆ કરી હતી.