(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૯
સ્વાતંત્ર્યપર્વની ઉજવણી પૂર્વે આણંદ જિલ્લાનાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું અધિકારીઓ દ્વારા સન્માન કરી રાષ્ટ્રપતિ દ્વારા મોકલેલ સંદેશ અને અંગવસ્ત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આણંદના સ્વાતંત્ર સેનાની મગનભાઈ પઢીયારનું સ્વાતંત્ર પર્વ ઉજવણી પૂર્વે યથોચિત સન્માન આણંદ પ્રાંત અધિકારી જે.સી. દલાલના હસ્તે તેઓના નિવાસ સ્થાને જઈને કરવામાં આવ્યું પ્રાંત અધિકારી દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશ અને અંગ વસ્ત્ર તેમજ શાલ પણ સ્વતંત્ર સેનાની મગનભાઈ પઢીયાર ને તેઓના પરિવાર જનો અને શુભેચ્છકોની હાજરીમાં અર્પણ કર્યું હતું પ્રાંત અધિકારી સાથે મામલતદાર અને કર્મચારીઓે ઉપસ્થિત રહ્યા હતા. પેટલાદ તાલુકાના સુણાવ ગામના સ્વતંત્ર સેનાની સ્વાતંત્ર સેનાની હસુબેન જે પટેલ જસોમજીભાઈ ની ખડકી સુણાવ ખાતે રહે છે તેમનું સન્માન પ્રાંત અધિકારી પેટલાદ મનિષાબેન બ્રહ્મભટ્ટે રાષ્ટ્ર પતિ દ્વારા મોકલાવેલ અંગ વસ્ત્ર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ રાષ્ટ્રપતિના સંદેશ પણ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સુણાવના સરપંચ હંસાબેન ભુપેન્દ્રભાઈ પટેલ પરિવારજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના બોદલ ગામના સ્વતંત્ર સેનાની કમળા બહેન પટેલનું પણ પ્રાંત અધિકારી ડી.એમ.પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મામલતદાર એ.એમ.શેરસિયા અને પરિવાર જાનો તેમજ ગ્રામ જ નો ઉપસ્થિત રહ્યા હતા.