કેટલાક લોકોએ જય શ્રીરામના સૂત્રો પોકાર્યા
હતા. હજુ પણ આ જ વિસ્તારમાં કોમી તંગદિલી
પ્રવર્તે છે. ભૂમિ પૂજનને કારણે મુસ્લિમોમાં
ભયનું વાતાવરણ ઊભું થયું હતું. પોલીસે તેમને
મદદ કરવાને બદલે તેમને ધમકી આપી હતી
(એજન્સી) તા.૧૧
૫, ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે જ્યારે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગે દેશના જુદા જુદા ભાગોમાં પણ સંઘ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને સામાન્ય હિંદુઓએ દીવા પ્રગટાવીને ફટાકડા પણ ફોડ્યાં હતાં.
જ્યાં ફેબ્રુ.માં ભયાનક કોમી રમખાણો થયાં હતાં એ નોર્થ ઇસ્ટ દિલ્હીના ઘોંડા વિસ્તાર કે જ્યાં હિંદુ અને મુસ્લિમોની મિશ્ર વસ્તી રહે છે ત્યાં કેટલાક હિદુઓએ પણ રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની ઉજવણી કરી હતી અને ઘણા હિંદુ ઘરોએ પોતાના ઘર પર ભગવા ધ્વજ પણ લહેરાવ્યાં હતાં. દરમિયાન રાત પડી ત્યારે જ્યાં મસ્જિદ છે એ ગલીના પ્રવેશ દ્વારે પણ ભગવા ધ્વજ જોવા મળ્યાં હતાં.
ભગવા ધ્વજ સાથે સુભાષ મહોલ્લાની બે નંબરની શેરીમાં અશોભનીય અને કોમવાદી રીતે ભડકાઉ એવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં હતાં એવું આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું. બે નંબરની શેરીમાં રહેતાં એક અનામ નામના એક પ્રૌઢ ગૃહિણીએ જણાવ્યું હતું કે હું જ્યારે સુવાની તૈયારી કરતી હતી ત્યારે મારા ઘરની બહાર શોરબકોર સંભળાયો હતો.
જ્યારે તે બાલ્કનીમાં જઇને જોયું તો રાત્રે ૧ વાગ્યાની આસપાસ અમારી શેરીમાં કેટલાક શખ્સો જય શ્રીરામ, મુલ્લાઓ બહાર નીકલો, દેશકે ગદ્દારો એવા નારા પોકારી રહ્યાં હતા. મેં જ્યારે મારા પતિ શાહીદને જગાડીને વાત કરી તો તેમણે કહ્યું કે આપણે આપણા બારણા બંધ કરી દો અને શાંતિથી સૂઇ જાવ. આવાઝ ઉઠાનેકા કોઇ ફાયદા નહીં. અનામ કહે છે કે એ રાત્રે મારા પતિએ જે મને વાત કરી તે સાચી હતી.
જ્યારે સુભાષ મહોલ્લાની સાત મહિલાઓએ આ અંગે પોલીસને ફરિયાદ કરવા ગઇ ત્યારે પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો અને અમારી મારપીટ કરી હતી એવું એક મહિલાએ જણાવ્યું હતું. દરમિયાન ભજનપુરા પોલીસ સ્ટેશનના અધિકારી અશોક શર્માએ જણાવ્યું હતું કે ભગવા ધ્વજ લહેરાવવા એ અપરાધ નથી.