(એજન્સી) તા.૧૧
અફઘાનિસ્તાનની મહાસભા લોયા જીરગાએ રવિવારે તાલિબાનના ૪૦૦ કેદીઓને મુક્ત કરવાને પરવાનગી આપી દીધી. તાલિબાન આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય અફઘાનિસ્તાનમાં લગભગ બે દશકાથી ચાલી રહેલા ગૃહયુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશથી ચાલી રહેલા ગૃહયુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશથી શાંતિ મંત્રણાની શરૂઆતના માર્ગ પ્રશસ્ત કરશે. આ પહેલા અફઘાનિસ્તાનની સરકાર લગભગ પ હજાર તાલિબાન કેદીઓને મુક્ત કરી ચૂકી છે. બદલામાં તાલિબાને પણ લગભગ ૧૧૦૦ સરકારી દળો, સરકારી કર્મચારીઓ અને રાજનૈતિક દળોના લોકોને પોતાની કેદમાંથી મુક્ત કર્યા છે.
જારી પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું કે લોહી વહાવાની સમાપ્તિ માટે લોયા જીરગાએ ૪૦૦ તાલિબાનીઓને મુક્ત કરવાને પરવાનગી આપી. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રાજધાની કાબુલમાં વિધાનસભા બોલાવી હતી. જ્યાં લગભગ ૩ર૦૦ અફઘાન સમુદાયના નેતાઓએ સરકારને સલાહ આપી કે તાલિબાન કેદીઓને મુક્ત કરવામાં આવે. લોયો જીરગા મુખ્ય રીતે નવા બંધારણને અપનાવવા અથવા યુદ્ધ જેવા રાષ્ટ્રીય અથવા ક્ષેત્રીય મુદ્દાનો ઉકેલ લાવવા માટે આયોજિત કરવામાં આવે છે, રાષ્ટ્રપતિ ગનીએ લોયા જીરગાના નિર્ણયનું સ્વાગત કર્યું અને તાલિબાનને યુદ્ધ સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો. ત્યાં તાલિબાનના રાજનૈતિક પ્રવક્તા સુહેલ શાહીને નિર્ણયનું સ્વાગત કરતા તેને સકારાત્મક પગલું બતાવ્યું. અફઘાનિસ્તાનના રાજનૈતિક નેતૃત્વ અને તાલિબાનની વચ્ચે વાતચીત આગામી અઠવાડિયાની શરૂઆતમાં થવાની આશા છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાતચીત કતરમાં થશે, જ્યાં તાલિબાનનું રાજનૈતિક કાર્યાલય છે, તે માટે અત્યારે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. અફઘાનિસ્તાનના આ પગલાંથી અમેરિકાને પોતાના સૈનિકોને પરત બોલાવવા અને પોતાની સૌથી લાંબી સૈન્ય ભાગીદારીને સમાપ્ત કરવા માટે વધુ નજીક લઈ આવ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અમેરિકાના સૌથી લાંબા યુદ્ધને સમાપ્ત કરવા ઈચ્છે છે. ફેબ્રુઆરીમાં અમેરિકા અને તાલિબાનની વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. તેનો ઉદ્દેશ અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને પરત બોલાવવાનો હતો.