સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની સજા અંગેની સુનાવણી મોકૂફ રાખવાની
અરજી નકારી કાઢી : ૨-૩ દિવસોમાં ટ્વીટ્સ અંગે પુનર્વિચાર કરવા કહ્યું
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ૧૦૦ સારા કર્યો કર્યા પછી કોઈ વ્યક્તિને ૧૦ ગુનાઓ કરવા લાયસન્સ નથી મળી જતું. તેમ છતાંય પ્રશાંત ભૂષણે કહ્યું કે એ કોઈ પણ સજા ખુશીથી સ્વીકારશે.
સુપ્રીમ કોર્ટની બેંચના જજો અરુણ મિશ્રા, બી આર. ગવાઈ અને કૃષ્ણ મુરારી ભૂષણની અવમાનના કેસમાં સજા અંગે સુનાવણી કરી રહ્યા હતા. એ સમયે ભૂષણે પોતાનું નિવેદન વાંચ્યું હતું.
એમણે માફી માંગવા ઇન્કાર કર્યો અને કહ્યું કે બે વિવાદિત ટ્વીટ્સ શુદ્ધબુદ્ધિથી કરાયા હતા જે એમની એક નાગરિક અને કોર્ટના અધિકારી હોવાના લીધે ફરજનો એક ભાગ છે.
બેન્ચે ભૂષણને એમના નિવેદન બાબતે ફેર વિચારણા કરવા કહ્યું હતું, કોર્ટે કહ્યું કે અમે ત્યારે જ નરમ વલણ દર્શાવીએ જયારે સામાવાળી વ્યક્તિને પોતાના કૃત્ય બદલ દિલથી ખેદ હોય. કોર્ટે કહ્યું કે ફોજદારી અવમાનનાના ગંભીર પરિણામો હોઈ શકે છે. પણ અમે ઈચ્છીએ છીએ કે એ વ્યક્તિને પશ્ચાતાપ થવો જોઈએ અને એમણે ફેર વિચારણા કરવી જોઈએ.
ભૂષણની તરફે હાજર રહેલ વકીલ રાજીવ ધવને કહ્યું કે ભૂષણે પોતાના ટ્વીટ્સ સામે વ્યાજબી ખુલાસો રજૂ કર્યો છે અને એ અસ્પષ્ટ છે કે એમના ટ્વીટ્સ કઈ રીતે ન્યાયની પ્રક્રિયા અવરોધે છે. ધવને કહ્યું કે કોર્ટે એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ભૂષણે કેટલીક ખુબ જ અર્થપૂર્ણ જાહેર હિતની અરજીઓ કરી હતી. આ દલીલ સામે કોર્ટે કહ્યું કે ૧૦૦ સારા કાર્યો કર્યા પછી તમને ૧૦ ગુનાઓ કરવા લાયસન્સ નથી મળી જતું. કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ અવમાનના કરે છે ત્યારે એમણે વિચારવું જોઈએ કે હું કઈ રીતે લક્ષ્મણરેખા ઓળંગી રહ્યો છું. આ પૃથ્વી ઉપર કોઈ એવી વ્યક્તિ નથી જે ભૂલ નહિ કરતી હોય પણ એ ભૂલ સ્વીકારવી જોઈએ. મિશ્રાએ કહ્યું કે મેં પોતાના ૨૪ વર્ષના કાર્યકાળમાં એક પણ વ્યક્તિને અવમાનના માટે સજા આપી નથી. દરમિયાનમાં એટોર્ની જનરલ વેણુગોપાલે કોર્ટને વિંનતી કરી કે ભૂષણના સારા કાર્યોને ધ્યાનમાં રાખી એમને સજા ના આપવામાં આવે. એમણે કહ્યું કે ભૂતકાળમાં પણ ઘણાં જજોએ આ પ્રકારના નિવેદનો આપ્યા હતા. પણ કોર્ટે કહ્યું અમે રીવ્યુ અરજીની સુનાવણી નથી કરી રહ્યા. કોર્ટે વેણુગોપાલને કહ્યું કે તેઓ ભૂષણના સોગંદનામાને ધ્યાનથી જુએ.
‘દુઃખ થયું…પણ માફી નહીં માગું’ : પ્રશાંત
ભૂષણે સુપ્રીમને કહ્યું, ન્યાયતંત્રના ટિ્વટ સાથે નાગરિક તરીકે ફરજ નિભાવી છે
‘દુઃખ થયું…પણ માફી નહીં માગું’ : પ્રશાંત
ભૂષણે સુપ્રીમને કહ્યું, ન્યાયતંત્રના ટિ્વટ સાથે નાગરિક તરીકે ફરજ નિભાવી છે
પોતાના ટિ્વટ્સ બદલ માફી માગવાનો ઇન્કાર કરતા કર્મશીલ અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તિરસ્કારના આધાર અંગેની તેમની ફરિયાદ સુપ્રીમ કોર્ટે ના સાંભળી તે અંગે તેમને આઘાત છે અને દુઃખ થયું છે જેની નોંધ સુપ્રીમ કોર્ટે ના લીધી. હું મારી પ્રત્યે દયા માટે નહીં કહું. સુપ્રીમને દયાભાવ માટે પણ નહીં કહું. કોર્ટ જે પણ સજા કરશે તેને હું ખુશીથી વધાવી લઇશ. એક નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. ઇતિહાસના આ સમયબિંદુ પર હું ના બોલવામાં નિષ્ફળ જાઉં તો હું મારી ફરજમાંથી નિષ્ફળ ગયો કહેવાઉં. કોર્ટ મને જે સજા કરે તે મંજૂર છે. મારા તરફથી માફીની અપીલ કરાય તો તિરસ્કાર ગણાશે. સુપ્રીમ કોર્ટે ન્યાયપાલિકા અંગે કરેલા ટિ્વટ્સ અંગે પ્રશાંત ભૂષણની દલીલોને ફગાવી દીધી હતી અને બે અથવા ત્રણ દિવસમાં તેમના નિવેદનો બદલ જવાબ આપવા કહ્યું છે.
ભારતના આર્થિક વૃદ્ધિ દરમાં હજુ ઘટાડો થાય તેવી શક્યતા : વિશ્વ બેન્ક
નવી દિલ્હી, તા.ર૦
વિશ્વ બેંકે આજે ભારતને ઝાટકારૂપ સંકેત આપતાં જણાવ્યુ છે કે, ભારત માટે આર્થિક વૃદ્ધિના અનુમાનને હજુ વધારે ઘટાડવામાં આવી શકે છે. સાથે એમ પણ કહ્યું કે, કોવિડ ૧૯ સંકટથી બહાર આવવા માટે હેલ્થ, શ્રમ, ભૂમિ સહિતના ૭ ક્ષેત્રોમાં રિફોર્મની જરૂર છે. વિશ્વ બેંકે મે મહિનામાં અનુમાન લગાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં વિત્ત વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૨ ટકાનો ઘટાડો આવવાની આશંકા છે અને આગામી વિત્ત વર્ષમાં ફરીથી ઈકોનોમીની ગાડી પાટા પર આવી શકે છે. વર્લ્ડ બેંકે એક રિપોર્ટમાં કહ્યું કે, હાલના અઠવાડિયામાં મુશ્કેલીઓ સામે આવી છે. અને તેને લીધે નજીકના ભવિષ્યમાં સંભાવનાઓ પર અસર પડી શકે છે. આ જોખમોમાં વાયરસનું સંક્રમણ વધવું, વૈશ્વિક ઈકોનોમીમાં ઘટાડો તથા નાણાકીય ક્ષેત્ર પર વધારાનું દબાણ સહિતના અનુમાન સામેલ છે. બેંકે કહ્યું કે, આ વસ્તુઓને ધ્યાનમાં રાખતાં, સંશોધિત પરિદ્રશ્યમાં તીવ્ર ઘટાડાનું અનુમાન રાખી શકાય છે. સંશોધિત પરિદ્રશ્ય ઓક્ટોબર ૨૦૨૦માં ઉપલબ્ધ થશે.